Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

કાલે ઇદે મીલાદ : આજે પવિત્ર રાત્રિ : વ્‍હેલી સવારે સલામી થશે

પયગમ્‍બર સાહેબની ૧૪૪૭મી જન્‍મ જયંતિના અવસરે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં મુસ્‍લિમોમાં ઉત્‍સાહ

 ઇદે મીલાદુન્ન બી પ્રસંગે ''આશીકાને ન્યાઝે હુસૈન સબીલ''ની મુલાકાતે નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહજી જાડેજા, પ્ર.નગર પી.આઇ. બી.કે.કાતરીયા તેમજ પોલીસ સ્ટાફે લીધેલ મુલાકાત :  '' આશીકાને ન્યાઝે હુસેન સબીલ કમીટી'' દ્વારા મોહરમના દસદિવસ, હઝરત મહમદ પૈગંબર સાહેબના જન્મ દિવસની ખુશીમાં બાર દિવસ ન્યાઝ  કરવામાં આવે છે.સમશેર તબરેજની ન્યાઝ -ખ્વાઝા ગરીબ નવાઝ ઉર્ષની છઠી મુબારકની ન્યાઝ કરવામાંઆવેછે. આમ  આશીકાને ન્યાઝેહુસેન સબીલ કમીટી'' છેલ્લા ૨૯ વર્ષથી આયોજન કરતી આવેલ છે. અનેકોઇપણ જાતના જ્ઞાતિ-જાતીના ભેદભાવ વગર તેમજ કોઇજ ફંડફાળા વગર ફકત આ કમીટી દ્વારાજ કરવામાં આવે છે.'' આશીકાને ન્યાઝે હુસેન સબીલ કમીટી'' દ્વારા ન્યાઝ દરરોજ સાંજના ૭ વાગ્ય ેઅલગઅલગ વાનગીઓ  પીરસવામાં આવે છે'' આશીકાને ન્યાઝે હુસેન સબીલ કમીટી'' ની મુલાકાતે નાયબ પોલીસકમીશ્નર મનોહરસિંહજી જાડેજા , પ્ર.નગરના પી.આઇ. બી.કે.કાતરીયા સ્ટાફે હાજરી આપેલ હતી.'' આશીકાને ન્યાઝે હુસેન સબીલ કમીટી'' ના પ્રમુખ મહેબુબભાઇ અબાભાઇ બેલીમ, ફારૂકભાઇ શેખે હારતોરા કરી સ્વાગત કરેલ હતું જાડેજાએ જણાવેલ હતુંકે, રાજકોટ શહેર શાંતિપ્રિય શહેર છે અને કોમી એકતાનું પ્રતિક છે. અહિંયા દરેક કોમોના તહેવારો સાથેમળીને ઉજવાય છે જેખુબજ સારી વાત છે. જશ્ને ઇદે મીલાદુન્નબી નો તહેવાર, દિવાળી, માતાજીના નોરતા, રમઝાન ઇદ, ગણેશ ઉત્સવ, મહોરમ, જલારામ જયંતિ, જન્માષ્ટમી, ગુરૂનાનક જયંતિ, મહાવીર જયંતિ, ઉપરાંત શીખ, પારસી, ખિસ્તી વિગેરેઓના તહેવારો હોય તે દરેક તહેવારો શાંતિ અને ભાઇચારાથી ઉજવાય છે એ જ રાજકોટની સાન-બાન અને શાન છે.'' આશીકાને ન્યાઝે હુસેન સબીલ કમીટી'' (સદર,ખાટકીવાડ) ના આયોજકો મહેબુબભાઇ અબાભાઇ બેલીમ, હબીબભાઇ ગનીબાપુ કટારીયા, કાસમભાઇ લાખા, હાજી હુસેનભાઇ માંડરીયા, રસીદખાન પઠાણ, ફારૂકભાઇ શેખ, આશીકભાઇ બેલીમ, સમીરભાઇ તાયાણી, મુનાફભાઇ હાજીભાઇ, ઇસ્માઇલભાઇ ગુલાભાઇ, ઇકબાલભાઇ હાજીકરીમભાઇ, રફીક ચોૈહાણ, દાઉદભાઇ ચોૈહાણ, મહમદભાઇ શમા, જમાલભાઇ કટારીયા, અફઝલભાઇ ચોૈહાણ, સલીમભાઇ દલવાણી, ગફુરભાઇ કાજી, રજાકભાઇ હાજી આમદભાઇ, શહાબુદીનભાઇ મીર વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે તેમ '' આશીકાને ન્યાઝે હુસેન સબીલ કમીટી'' ની એક યાદીમાં જણાવે છે.

રાજકોટ તા. ૨૦ : ઇસ્‍લામ ધર્મના સ્‍થાપક અને મહાન અંતિમ પૈગમ્‍બર હઝરત મુહમ્‍મદ સાહેબનો જન્‍મોત્‍સવ ‘ઇદે મીલાદ'ના સ્‍વરૂપે બુધવારે ઉજવવામાં આવનાર છે.

આ પૂર્વ આજે મંગળવારે આખી રાત મસ્‍જીદો ખુલ્લી રહેશે અને વ્‍હેલી સવારે પૈગમ્‍બર સાહેબના જન્‍મોત્‍સ્‍વને વધાવવામાં આવશે. આ માટેની પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ ‘ઇદે મીલાદ' ની ખાસ વિશેષતા મુજબ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગામે ગામ બુધવારે કાલે ‘જુલૂસ' યોજવામાં આવશે.

આ વખતે પણ રાજકોટ શહેરમાં રાબેતા મુજબ બુધવારે ઇદે-મીલાદ પ્રસંગે પૈગમ્‍બર સાહેબની પ્રસંશામાં ભવ્‍ય જુલુસ નિકળનાર છે જે રાજકોટ શહેરના લતેલતે મસ્‍જીદેથી નિકળી રાબેતા મુજબના રૂટ ઉપરથી પસાર થઇ રેસકોર્ષ ખાતે પહોંચનાર છે.

 પૈગમ્‍બર સાહેબની જન્‍મ જયંતિ ઉજવવા મુસ્‍લિમ સમાજમાં અનેરો ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે.

 પૈગમ્‍બર સહેબની ૧૪૪૭મી જન્‍મ જયંતિ દર વર્ષે ‘ઇદે મીલાદ'ના સ્‍વરૂપમાં ઉજવવામા આવે છે. અને એ દર વર્ષે ઇસ્‍લામી પંચાગના ત્રીજા મહિના રબીઉલ અવ્‍વલની ૧૨મી તારીખે ઉજવાય છે.

બીજી તરફ આ વખતે ‘ઇદે મિલાદ' બુધવારના દિવસે ઉજવવામા આવનાર હોય રાજકોટમાં ‘શ્રમિક વર્ગ'ને બુધવારનો દિવસ રજાનો દિવસ હોઇ શ્રમિક વર્ગની સંખ્‍યા આ દિવસે નિકળનાર જુલૂસમાં બમણી થઇ જશે જેના લીધે શ્રમિક વર્ગમાં ઇદનો અનેરો ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે.

જો કે ગત શુક્રવારે ભાઇબીજની સાંજે ચંદ્ર દર્શન થતા જ એ રાત્રિથી ઇદેમિલાદનો ઉત્‍સાહ ચોતરફ ફેલાઇ જવા પામ્‍યો છે. અને ગામે ગામ લતેલતે એ રાત્રિથી જ ૧૨ દિવસના સળંગ વાઅઝના કાર્યક્રમો ચાલી રહ્યા છે જેની આગામી મંગળવારના રાત્રિના પૂર્ણાહુતિ થનાર છે.

ખાસ કરીને ઇસ્‍લામ ધર્મની આ સૌથી મોટી ઇદ હોઇ જેને ઇદે મિલાદ  કહેવામા આવે છે. અને તેમા પૈગમ્‍બર સાહેબના ગુણગાન ગાવાના હોઇ આ દિવસે સર્વત્ર દેશ-વિદેશમાં જૂલૂસ કાઢવામા આવે છે અને તેમા મુસ્‍લિમ સમાજ મોટી માત્રામાં જોડાય છે.

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં કાલે બુધવારે સવારના સમયે જુલૂસ નીકળનારા છે. એ પૂર્વ મંગળવારે આજે રાત્રિના મોડી રાત સુધી મસ્‍જીદોમાં મીલાદ-વાઅઝ-કુર્આન ખ્‍વાનીના કાર્યક્રમો થશે અને પૈગમ્‍બર સાહેબના જન્‍મ સમયે બુધવારે વ્‍હેલી સવારે પ.૩૦  વાગ્‍યે દરેક મસ્‍જીદોમાં ‘સલામી' અર્પિત કરી પૈગમ્‍બર સહેબના જન્‍મોત્‍સવને વધાવવામા આવશે.

એ પૂર્વે દરેક મસ્‍જીદોમાં પરોઢિયે ૪.૪૫ વાગ્‍યાથી મીલાદ શરીફ પઢવામા આવશે અને ફજરની નમાઝ પઢાયા પછી દરેક મસ્‍જીદોમાં ૭ વાગ્‍યે મીઠાઇ-નિયાઝ વિતરણ કરવામા આવશે.

આ ઉપરાંત ઇદેમીલાદએ મુસ્‍લિમ સમાજનો સૌથી પ્‍યારો તહેવાર હોય લતે લતે  મકાનો ઉપર રોશની-શણગાર કરવામા આવ્‍યો છે. મસ્‍જીદ-મદ્રેસા-દરગાહોને શણગારવામાં આવ્‍યા છે અને ચોતરફ ઝંડા લ્‍હેરાવવામા આવ્‍યા છે.

ગત શનિવારથી મુસ્‍લિમ સમાજમાં ઇદે મીલાદનો ઉત્‍સવ ચાલી રહ્યો છે ત્‍યારે કાલે બુધવારે યોજાનાર જુલૂસને સફળ બનાવવા પણ મુસ્‍લિમ સમાજમાં ભારે ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે. આ તકે મુસ્‍લિમ સમાજ જડબેસલાક બંધ પાળીને જુલુસમાં જોડાનાર છે જે માટે પણ તેૈયારીઓ ચાલી રહી છે.

ઇદે મીલાદની ૧ર દિ'ની ઉજવણી નિમિતે રાજકોટ શહેરમાં લતે લતે ૧ર દિ' ના વાઅઝના કાર્યક્રમો યોજાયા છે. જેમાં સૌથી શ્રેષ્‍ઠ જલ્‍સો પંજેતની સબિલ કમીટી દ્વારા રામનાથપરા હુસેની ચોકમાં યોજાયો છે.

જેમાં  ર૦ સુધી હઝરત મૌલાના મુફતી નિઝામુદદીન નૂરી (બ્રાઉન શરીફ - યુ.પી.) પુરજોશ તકરીર કરનાર છે.

આ ઉપરાંત રઝાનગર મેઇન રોડ ઉપર મદ્રેસાએ રઝાએ નૂર પાસે ૧ર દિ' માટે હઝરત મૌલાના ઉબૈદુલ્લાહ હૈદરી  નકશબંદી (રાજસ્‍થાન) તકરીર કરી રહ્યા છે. જયારે રૈયામાં પણ ૧ર દિ'નો વાઅઝનો જલ્‍સો યોજાયો છે.

આ ઉપરાંત તા. ર૩ ના રાત્રે કરીમપુરા મસ્‍જીદ પાસે બંગાલી સુન્ની મુસ્‍લિમ કમીટી દ્વારા હઝરત મૌલાના સૈયદ મોહંમદ સલમાન અશરફ  (જાઇસ શરીફ -યુ.પી.) નો વાઅઝનો કાર્યક્રમ યોજાયો છે.

આ ઉપરાંત આજે રાત્રે પીરવાડીની બાજુમાં કોઠારીયા ચોકડી પાસે રાહે હકક નિયાઝ એન્‍ડ સબિલ કમીટી દ્વારા સૈયદ સિકંદરબાપુ રઝવીની તકરીરનો કાર્યક્રમ યોજાયો છે.

દરેક વિસ્‍તારોમાંથી જુલૂસ

રાજકોટ : મુસ્‍લિમસમાજ દ્વારા ઇદે મિલાદુન્નબીની ઉમંગભેર ઉજવણી કરવામાં શહેરમાં વિવિધ સેવાકાર્યો પણ કરવામાં આવશે. મસ્‍જિદ તેમજ મુસ્‍લિમ વિસ્‍તારોમાં મિલાદ સહિતના કાર્યક્રમો દરરોજ યોજાઇ રહ્યા છે.

જયારે ઇદે મિલાદની ઉજવણીમાં શહેરમાં ભવ્‍ય ઝુલૂસ મુખ્‍ય માર્ગો પર ફરશે.  ઉપરાંત અનેક સ્‍થળોએ ન્‍યાઝનું આયોજન કરાયું છે.  શહેરના દુધની ડેરી, જંગલેશ્વર, બાબરિયા કોલોની, ખોડિયારપરા, ગોકુલનગર, થોરાળા, કોઠારિયા સોલવન્‍ટ, મનહરપરા, ભગવતીપરા, રામનાથપરા, ઘાંચીવાડ, બાપુનગર તથા સદર વિસ્‍તારમાંથી રૈયાગામ, નુરાનીપરા, નહેરૂનગર, લક્ષ્મીનગર, સદરબજાર, મોચીબજાર, બજરંગવાડી, પોલીસ હેડ કવાર્ટર, પોપટપરા, ભીસ્‍તીવાડ, મોચી બજાર વગેરે વિસ્‍તારોમાંથી ઝૂલૂસ નિકળશે અને તમામ જુલૂસો ત્રિકોણ બાગ ખાતે એકત્ર થઇ રાબેતા મુજબ રેસકોર્ષ મેદાનમાં પહોંચશે.

કતારબધ્‍ધ વાહનોને ચલાવી જુલૂસની અદબ જાળવો : કાદરી

રાજકોટ તા. ૨૦ : ઇદે મીલાદ એ ઇસ્‍લામ ધર્મનો સૌથી પ્‍યારો તહેવાર છે અને મુસ્‍લિમ સમાજ માટે આ ઇદ સૌથી મોટી ઇદ છે જે ખાસ કરીને ઇસ્‍લામ ધર્મના શાંતિદૂત પૈગમ્‍બર સાહેબના માત્રને માત્ર ગુણગાન ગાવા અને તેઓની વધુને વધુ પ્રશંસા કરવાનો જ એકમાત્ર હેતુ છે ત્‍યારે ખાસ કરીને પૈગમ્‍બર સાહેબની પ્રશંસામાં યોજાતું જુલૂસને શાનદાર બનાવવાની સાથે તેને શિસ્‍તબધ્‍ધ બનાવવું એ જ મુસ્‍લિમોની મોટી ફરજ હોવાનું જાણીતા તબીબ ડો. એમ.કે.કાદરીએ એક યાદીમાં જણાવી જુલૂસમાં કતારબધ્‍ધ વાહનોને ચલાવવા અનુરોધ કર્યો છે.

મુસ્‍લિમ સમાજના અગ્રેસર સેવાભાવી ડો. કાદરીએ એક યાદીમાં વધુમાં જણાવ્‍યું છે કે, જુલૂસ પણ એક અદબનો મકામ છે. ડી.જે. વિગેરે જેવા વાજીંત્રોથી દૂર રહી, આતશબાજી વિગેરે જેવા કાર્યોથી દૂર રહી બા-વઝુ, મીલાદ પઢવાની સાથે એક સાથે ચાલીને જુલૂસને શોભારૂપ બનાવવું અત્‍યંત જરૂરી છે. વચ્‍ચે વચ્‍ચે વાહનોની કતારો તૂટી ન જાય અને કતારબધ્‍ધ જુલૂસ ચાલે અને ખાસ કરીને જે તે લતામાંથી સવારે સમયસર જુલૂસનો પ્રારંભ થાય તે જોવું અત્‍યંત જરૂરી છે. 

મોચી બજારમાં ભવ્‍ય જલ્‍સો

રાજકોટ : શહેરમાં ઇદે - મીલાદ પ્રસંગે ૧ર દિ'ના ચાલી રહેલા વાઅઝ દરમિયાન મોચી બજાર, ચામડીયા ખાટકી વાડમાં પણ વાઅઝનો ભવ્‍ય જલ્‍સો યોજાયો છે.

જેમાં દરરોજ રાત્રે ભારતના જાણીતા ધુંવાધાર વકતા હઝરત મૌલાના સૈયદ ગુલામ ગૌષ રઝવી (પુના) તકરીર કરી રહ્યા છે જેમની તકરીર સાંભળવીએ એક લ્‍હાવો છે. આ ઉપરાંત મુહંમદીબાગ (ગોંડલ રોડ) ખાતે પણ યોજાયેલ જલ્‍સામાં બિહારના વકતા હઝરત મૌલાના સૈફુદીન અસ્‍દક તકરીરો કરી રહ્યા છે.

(2:58 pm IST)