Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

IEEE વિમેન્સ ઇન એન્જિનિયરિંગ દ્વારા પ્રોગ્રામીંગ કોમ્પિટિશનનું મારવાડી યુનિવર્સિટી ખાતે સપન્ન

 રાજકોટ lEEE વિમેન્સ ઇન એન્જિનિયરિંગ (WIEE) એ વિશ્વની મહિલા ઇજનેરો અને વૈજ્ઞાનિકો અને વિશ્વભરના પ્રેરણાદાયી મહિલાઓને તેમના શૈક્ષણીક હિતોનું એન્જિનિયરીંગમાં કારકિર્દિમાં અનુસરવા અને પ્રોત્સાહિત કરવા માટે સમર્પિત એવી વિશાળ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંની એક છ.ે IEEE  WIE એન્જિનિયરિંગનો ચહેરો બદલવા જાણીતી વિશ્વની અગ્રણી સંસ્થા છે. જીવન અને કારકિર્દિના તમામ મુદ્દાઓ પર અને ટેકનોલોજીમાં મહિલાઓને આગળ વધારવા માટે ૧૦૦ થી વધુ દેશોમાં ર૦,૦૦૦ થી વધુ સભ્યોથી જોડાયેલું વૈશ્વક નેટવર્ક છે.IEEE  વિમેન્સ ઇન એન્જિનિયરિંગ (WIEE) દ્વારા ખાસ વિદ્યાર્થીનીઓ માટે રાજય સ્તરની પ્રોગ્રામીંગ સ્પર્ધાનું આયોજન થયેલ જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ આ પ્રસંગે ડો. ઉષા મહેતા (ચેઇરIEEE WIE ગુજરાત સેકશન) એ વુમન ઇન એન્જીનિયરિંગ પર લેકચર આપેલ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ટ્રોફી તથા ઇનામ વિતરણ ડેપ્યુટી ડીન પ્રો.ડો. આર.એલ.ઝાલા તથા પ્રો.ડો. સારંગ પાંડે દ્વારા કરવામાં આવેલ. સ્પર્ધામાં પુરસ્કારના વિજેતા પ્રથમ કુ.એશા શિંગાળા, દ્વિતીય કુ. નીધિ રાજવીર અને તૃતીય કુ.તન્વી રૂપારેલીયા થયેલ છે કાર્યક્રમના સફળ આયોજન બદલ પ્રો.ડો. આર.બી.જાડેજા ગુજરાત સેકશન તથા નરેશ જાડેજા, રજીસ્ટ્રાર પ્રોગ્રામ ચેઇર-પ્રો.ફોરમ રાજદેવ તથા કો-ઓડિનેટર પ્રો.સુનેરા કરગથરા, પ્રો.નવજયોત જાડેજા પ્રો. પ્રિયંકા બુચને અભિનંદન પાઠવવામાં આવેલ.(૬.૨૩)

(3:48 pm IST)