Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

કડવા પાટીદાર વિદ્યાર્થીઓનું સન્માન

 શહેરમાં વસતા કડવા પાટીદાર પરિવારના માર્ચ-૨૦૧૮ માં લેવાયેલી પરિક્ષા, ધો ૧૦, ધો ૧૨ ગ્રેજયુએન્ટ પોસ્ટ, ડિગ્રી કોર્ષના ફાઈનલ વર્ષના ઉચ્ચ ગુણાંકથી ઉત્તિર્ણ ૨૦૦ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓનો ૨૧મો સત્કાર સમારોહ ફિલ્ડમાર્શલ વાડીમાં પટેલ સર્વિસ કલાસ સોશ્યલ ફોરમ દ્વારા યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓને શીલ્ડ, સર્ટીફીકેટ અને ગીફટ ભેટમાં આપવામાં આવેલી. ઉપરાંત ઈન્સ્ટન્ટ જનરલ નોલેજ ટેસ્ટ, મોટીવેશન કાર્યક્રમ તથા ''ઈશ્વર કયાં છે? કોણ છે?'' - નિબંધ સ્પર્ધામાં સફળતા મેળવેલ વિદ્યાર્થીઓને પણ સત્કારવામાં આવેલ. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિવિશેષ તરીકે મુળજીભાઈ ભીમાણી, નાથાભાઈ કાલરીયા, અશોકભાઈ વૈશ્નાણી, શૈલેષભાઈ વૈશ્નાણી, ધીરૂભાઈ ડઢાણીયા, પ્રભુદાસભાઈ કોરડીયાએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા કારોબારી સભ્યો ઈશ્વરભાઈ કાલરિયા, રતિલાલ ફળદુ, રાજેશભાઈ કાનાણી, પી.કે.મણવર, અતુલભાઈ કણસાગરા, નિરજભાઈ ઉકાણી, દિલીપભાઈ માકડીયા, નયનભાઈ ગોવાણીએ જહેમત ઉઠાવી હતી. (૪૬.૨)  

(3:47 pm IST)