Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ભત્રીજી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલ આરોપી કાકાના જામીન મંજુર

રાજકોટ તા.૧૬: રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ પર રહેતી ફરિયાદી પરણીતા સ્ત્રી સાથે બળાત્કાર કરવા સબબ મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી યોગેશ ઉર્ફે ભીખુ કાશીરામ કુબાવત રહેવાસી-ધરમનગર કવાર્ટર રીંગ રોડ, વાળા સામે ફરિયાદ નોંધાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરવામાં આવેલ તેઓએ જામીન અરજી સેશન્સ જજ ૧૩માં એડીશ્નલ જજ શ્રી પવાર મેડમની કોર્ટમાં કરતા રૂ. ૨૦,૦૦૦/-ના જામીન પર છોડવા હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે ફરિયાદણ તથા આરોપી કાકા-ભત્રીજી થાય છે આરોપી ભુવા હોય. ફરિયાદીના પતિનો ધંધો સરખો ચાલતો નહોય આર્થિક મંદી ચાલતી હોય જેને કારણે આર્થિક ભીશમાં આવતા ફરિયાદીએ આરોપીને દાણા જોવા તથા જોસ જોવડાવવા અને ધાર્મિક વિધી કરવાનું કહેતા આરોપીએ આજથી ત્રણ મહિના પહેલા ફરિયાદણને પોતાની ઘરે બોલાવી એકાંતમાં વિધી કરવી પડશે તેવંુ કહી આરોપીના કવાર્ટરમાં ફરિયાદણને બોલાવી ધાર્મિક વિધી કરવાના બહાને બળજબરીપુર્વક બદકામ કરેલ.

આ કામમાં આરોપી તરફે રોકાયેલ રોહિતભાઇ બી. ઘીઆએ એવી રજુઆત કરેલ કે મિલ્કત બાબતે કુટુંબીક ઝગડો થતો હોય અને આરોપીએ ફરિયાદણના પતિને રૂ. ૨૫,૦૦૦/- હજાર હાથ ઉછીના આપેલ હોય જે પરત માંગતા ન આપતા આરોપીને ફરિયાદી તથા ફરિયાદીના કુટુંબીઓએ ફોન કરી ૧૫૦ ફુટ રીંગ રોડ પર બોલાવી બળજબરીપુર્વક છોટા હાથીમાં બેસાડી કોટડાસાંગાણી સીમમાં અવાવરૂ જગ્યાએ ગોંધી રાખી સખ્ત માર મારી બેભાન કરેલ અને જે અંગે આરોપી અરજદાર ફરિયાદી તથા ફરિયાદીના પતિ તથા સગા સામે ગંભીર ઇજા પહોંચાડવા સબબ ફરિયાદ ન કરે તે હેતુથી દબાવવા બળાત્કારની ખોટી ફરિયાદ કરેલ છે. જે હકીકતને ધ્યાને લઇને કોર્ટે આરોપીની જામીન અરજી મંજુર કરી હતી.

આ કામમાં અરજદાર આરોપી તરફે એડવોકેટ શ્રી  રોહિતભાઇ બી. ઘીઆ તથા ચેતનભાઇ ચભાડીયા તથા મદદમાં રાહુલ સોરીયા રોકાયેલ હતા.

(3:46 pm IST)