Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

કલબ યુવીમાં ૧૦ મંદિરોમાંથી ધ્વજાજીની પધરામણીઃ કાલે કડવો પાટીદારો ૧૫ હજાર દિવડા સાથે મહાઆરતીનો લ્હાવો લેશે

રાજકોટ : શહેરના અંબીકા ટાઉનશીપમાં કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ માં સુર તાલના સથવારે ઝુમતા ખેલૈયાઓ અને દર્શકોની ભીડ વચ્ચે સમ્રગ આયોજન ને ચાર ચાંદ લાગી રહયા છે. આવતી કાલે બુધવારે  મા ઉમીયાના આઠમાં નોરતે મહાઆરતીના ભવ્ય આયોજનમાં સામેલ થવા પાટીદાર શ્રેષ્ઠીઓ તથા પાટીદાર પરીવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

અર્વાચીન રાસોત્સવ ક્ષેત્રે અવનવું કરવા માટે જાણીતા કલબ યુવીના આયોજનમાં

અનેક વિધ આર્કષણો છે. મેઈન સ્ટેજ, ખેલૈયાઓ માટે વિશાળ મેદાન મહેમાનો માટે બેઠક વ્યવસ્થા,  પેવેેલીયન તથા દર્શકો માટે બેઠક વ્યવસ્થા આયોજન ના ભાગ છે. દર વર્ષની માફક આ વર્ષે પણ આઠમાં નોરતે વિશેષ મહાઆરતીનું આયોજન કરાયુ છે. આ ભવ્ય મહાઆરતીમાં કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના સ્થાનકો સિદસર, ગાંઠીલા સહીત મા ઉમિયાના વિવિધ ૧૦ મંદિરોમાંથી ધ્વજાજી ની પધરામણી કરવામાં આવશે. આ ધ્વજાજીને કલબ યુવીના ગ્રાઉન્ડ પર પધરામણી કરવામાં આવશે. આઠમાં નોરતા નીમીતે ઉમીયા માતાજીની સામુહીક આરતીમાં  સૌરાષ્ટ્રભરના કડવા પાટીદાર સંસ્થાના આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લ્હાવો લેશે.   મહાઆરતી ના આ પ્રસંગે ૧પ હજાર દિવડાઓ સાથે સજજ પાટીદાર સમાજના ભાઈ બહેનો દ્રારા દિવડા, કંકુ, ફૂલ, સાથે મીણબતીથી માતાજીની આરાધના થશે.

ગઈકાલે ઉમિયા માતાજી મંદિર સિદસરના ઉપપ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા. જયારે આરતીમાં મૌલેશભાઈ ઉકાણી, મહેન્દ્રભાઈ ફળદુ, સંદીપભાઈ માકડીયા, રમેશભાઈ ટીલવા, ડી.વી.મહેતા, સુદીપ મહેતા, પ્રજ્ઞેશ સુરાણી, વિજયભાઈ ભટ્ટાસણા, બન્ટી પટેલ, જીતુભાઈ કોટેચા, નીલેશભાઈ અરવિંદભાઈ સોનવાણી, રમેશભાઈ માંડવીયા, નીલાબેન મહેતા જયદિપ ગોવાણી, રમેશભાઈ ઠકકર, વગેરેએ ઉપસ્થિત રહી માતાજીની આરતીનો ૯હાવો લીધો હતો. કલબ યુવીમાં છઠ્ઠા નોરતે ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ અધેરા દિયા, મણવર પ્રાચી, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે મણવર પ્રિયાંશુ, ધનેશીયા અંંશ, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે કોટડીયા શારંગી, કનેરીયા ઝાંખી, ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે દેસાઈ તીર્થ, એધેરા વિરાજ, વેલડ્રેસ પ્રિન્સેસ તરીકે કાલરીયા હેત્વી, પરસાણીયા બીની, હાંસલીયા નીશીતા,  વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે  ખાનપરા અભી, ધોરી લક્ષીત, ચનીયારા શિવાંશ, પ્રિન્સેસ તરીકે જાવીયા શીવાંંગી, કામાણી નીરાંગી, ચનીયારા આરઝુ, પ્રિન્સ તરીકે  ગોલ જયદીપ, મોટેરીયા રાજ, પાચાણી નીલદિપ વિજેતા બન્યા હતા. છઠ્ઠા નોરતે કલબ યુવીના વિજેતા ખૈલૈયાઓને મુળજીભાઈ ભીમાણી, અશોકસિંહ જાડેજા, શૈલેષભાઈ માકડીયા, રાજનભાઈ વડાલીયા, અમીતભાઈ સીતાપરા, શૈલેષભાઈ વૈશ્નાણી, રાજુભાઈ કોરડીયા, ધનશ્યામભાઈ મારડીયા, સિતેષભાઈ ત્રાંબડીયા, રાજુભાઈ કાલરીયા, ચિરાગભાઈ પટેલ, ભરતભાઈ સોનવાણી, કાન્તીભાઈ ઘેટીયા જીવનભાઈ વડાલીયા વગેરેએ ઈનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા.

(3:45 pm IST)