Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

૧૦.૮૩ લાખના દારૂની તપાસમાં પોલીસ ગોવા જશે

કુવાડવા પોલીસે રફાળાની સીમમાંથી જપ્ત કરેલા : જંગલેશ્વરમાં ભાણા નામના અનેક શખ્સો રહે છેઃ 'માલ' મંગાવનાર ભાણો કોણ?

રાજકોટઃ  કુવાડવા પોલીસે રફાળા ગામની સીમમાંથી જીજે૨વીવી-૮૩૮૮ નંબરના ટાટા ટ્રક સાથે રાજકોટ દૂધ સાગર રોડ રિધ્ધી સિધ્ધી સોસાયટી સાગર ચોક કવાર્ટર નં. ૫૭૫ની બાજુમાં રહેતાં દિપક વલ્લભભાઇ મકવાણા (કોળી) (ઉ.૩૨) તથા રાજસ્થાનથી દારૂ ભરીને આવેલા નરેશ જાલારામ બિશ્નોઇ (ઉ.૧૯-રહે. સરનઉ તા. ચાચોર જી. જાલોર-રાજસ્થાન) તથા સુરેશ દેરામારામ બિશ્નોઇ (ઉ.૨૮-રહે. સાંગવડ તા. સાંચોર જી. જાલોર-રાજસ્થાન)ને પકડી લીધા હતાં. આ ટ્રકમાંથી ગ્રીનલેબલ પ્રિમીયમ, ઇમ્પિરીયલ વેટ, રોયલ સ્ટેગ, રોયલ લિજેન્ડ બ્રાન્ડનો ૩૦૧ પેટી દારૂ (૩૬૧૨ નંગ) રૂ. ૧૦,૮૩,૬૦૦નો મળી આવતાં તે તથા ૯ લાખનો ટ્રક અને જીજે૩એચજી-૩૭૨૫ નંબરનું ૨૦ હજારનું હોન્ડા તથા ૬૫૦૦ના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨૦૧,૦૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા દિપકે આ દારૂ જંગલેશ્વરના ભાણાએ મંગાવ્યાનું કહેતાં પોલીસે તપાસ કરતાં ભાણા તરીકે ઓળખાતા અનેક શખ્સો જંગલેશ્વરમાં રહેતાં હોઇ કયા ભાણાએ આ 'માલ' મંગાવ્યો? તેની તપાસ થઇ રહી છે. ગોવાથી રમેશે આ દારૂ મોકલ્યાનું પણ ખુલ્યું હોઇ તપાસનો દોર ગોવા સુધી લંબાવાશે તેમ જાણવા મળ્યું છે. એસીપી બી. બી. રાઠોડ અને પી.આઇ. એ. આર. મોડીયાની રાહબરીમાં પીએસઆઇ વી. પી. આહિર, એએસઆઇ આર. કે. ડાંગર, ભરતસિંહ જાડેજા, હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી, કોન્સ. મનિષભાઇ ચાવડા, હરેશભાઇ સારદીયા, કૃષ્ણદેવસિંહ જાડેજા, હિતેષભાઇ માલકીયા, કલ્પેન્દ્રસિંહ ઝાલા, સિરાજભાઇ ચાનીયા સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(3:44 pm IST)