Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ગોપીરાસોત્સવમાં બહેનોનો ઉત્સાહ ચરમસીમાએ...

રાજકોટઃ સરગમ લેડીઝ કલબ દ્વારા આયોજિત ગોપી રાસોત્સવમાં છઠ્ઠા નોરતે બહેનોનો ઉત્સાહ ચરમસીએ પહોંચ્યો હતો અને રાસની રમઝટ બોલી હતી. ગોપીરાસોત્સવમાં બીનાબેન આચાર્ય (મેયર), ધનરાજભાઈ જેઠાણી (આજકાલ ગ્રુપ), સુરેશભાઈ નંદવાણા, શ્રી મનોહરસિંહ જાડેજા (ડીસીપી, રાજકોટ), નાથાભાઈ કાલરિયા, રમણભાઈ વરમોરા, યોગેશભાઈ પૂજારા (પૂજારા ટેલિકોમ), દિવ્યેશભાઈ રાયઠઠ્ઠા, કરીટીભાઈ આદ્રોજા જીતુભાઈ ચંદારાણા, જીતુભાઈ મહેતા, જીવણભાઈ  પટેલ, ડી.વી.મહેતા, મુકેશભાઈ દોશી, ડી.કે. વાડોદરિયા, અનુપમભાઈ દોશી, કીરીટભાઈ પટેલ, રાજેશભાઈ પોબારૂ, છબીલભાઈ પોબારૂ, અશ્વીનભાઈ પટેલ, ડો.દર્શિતાબેન શાહ, ડો.પારસભાઈ શાહ, બકુલભાઈ નથવાણી, વિજયભાઈ કારિયા, સુરેશભાઈ પરમાર, કીરણભાઈ બાટવિયા, પ્રતાપભાઈ પટેલ, રામજીભાઈ પરસાણા, કાશ્મીરાબેન નથવાણી, ડો.બીનાબેન પટેલ, રમાબેન માવાણી, ભાનુબેન બાબરિયા, ચન્દ્રકાન્તભાઈ કોટેચા, રમેશભાઈ લીંબાસિયા સહિતના હસ્તે ઈનામ વિતરણ કરાયું હતું.

ગોપીરાસોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ડો.રાહુલ ગુપ્તા (કલેકટર રાજકોટ), શ્રી મનોજભાઈ અગ્રવાલ (પોલીસ કમિશ્નર, રાજકોટ), શ્રી બી.એન.પાની (કમિશ્નર, રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન), સંદીપ સિંગ (ડી.આઈ.જી, રાજકોટ), લલિત પ્રસાદ (કમિશ્નર શ્રી, સીજીએસટી), ગોવિંદલાલ (પ્રિન્સીપલ કમિશ્નર ઓફ ઈન્કમટેકસ),  સિધ્ધાર્થ ખત્રી (જોઈન્ટ પોલીસ કમિશ્નર, રાજકોટ), શ્રી અનિલકુમાર રાણાવસિયા (ડી.ડી.ઓ, જિલ્લા પંચાયત), બલરામ મીના (એસ.પી.રૂરલ), પી.બી. પંડ્યા (અધિક કલેકટર, રાજકોટ), ડી.એમ.મોજીદ્રા (આરટીઓ, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ), મનોહરસિંહ જાડેજા (ડીસીપી ઝોન- ૨, રાજકોટ), ડો.રવિમોહન સૈની (ડીસીપી ઝોન- ૧, રાજકોટ), બી.એચ.હૂંણ (મદદનીશ ચેરિટી કમિશ્નર, રાજકોટ), પરેશભાઈ અંતાણી (મુખ્ય કારોબારી અધિકારી, રૂડા), પી.બી.નિનાવે (મેનેજર, રાજકોટ રેલ્વે ડિવિઝન), મનિષભાઈ મહેતા (મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટ, પીડીયુ હોસ્પિટલ), એચ.એલ.રાવત (આસી.કમિશ્નર, ફૂડ એન્ડ ડ્રગ્સ), અજયકુમાર (એડિશ્નલ કમિશ્નર, સીજીએસટી), એ.કે.સિંહા (પ્રિન્સીપલ કમિશ્નર ઓફ ઈન્કમટેકસ, રાજકોટ-૧), આર.કે.ચંદન (એડિશ્નલ કમિશ્નર, સજીએસટી), મનિષભાઈ ચાવડા (ડેપ્યુટી કમિશ્નર, સીજીએસટી), હારિતભાઈ મહેતા (ચેરમેન, સીટીઝન બેંક), મનોજભાઈ ટીલાળા (ઉદ્યોગપતિ), વિક્રમભાઈ જૈન (વિક્રમ વાલ્વ), અરવિંદભાઈ લિંબાસિયા (ઉદ્યોગપતિ), ઈશ્વરભાઈ ત્રાડા (અગ્રણી ઉદ્યોગપતિ), ચંદુભાઈ મોલિયા (ઉદ્યોગપતિ), અશોકભાઈ પટેલ (જય ગણેશ ઓટો), રશ્મીભાઈ મોદી (મોદી હાઈસ્કૂલ), કમલેશભાઈ મોવલિયા (પટેલ એન્જિનિયરિંગ, ગંગા સોલાર) સહિતના ઉપસ્થિત રહેશે.

આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે રેશ્માબેન સોલંકી, નિલુબેન મહેતા, માયાબેન પટેલ સેવા આપી રહ્યા છે. નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડિયા, સ્મીતભાઈ પટેલ, જયસુખભાઈ ડાભી, કૌશિકભાઈ વ્યાસ, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રાજભા ગોહિલ, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, ગુણવંતભાઈ પરસાણા, મનસુખભાઈ રૂઘાણી, લક્ષ્મણભાઈ પટેલ વિગેરેની ટીમ કામે લાગી ગઈ છે. આ ઉપરાંત સરગમ લેડીઝ કલબનાં ડો.ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલિયા, હિનાબેન પારેખ, બીનાબેન વિઠલાણી, હીનાબેન ઠુંમર, મીનાક્ષીબેન જોષી, અમીબેન શાહ, જાગૃતિબેન આસોડિયા, અમીબેન દેસાઈ, રીટાબેન વેકરિયા સહિતના હોદ્દેદારો તેમજ ૧૦૦ થી વધુ કમિટી મેમ્બર પણ કાર્યક્રમની સફળતા માટે કામે લાગી ગયા છે.(૩૦.૮)

(3:44 pm IST)