Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

થોરાળા પોલીસે ચુનારાવાડ-ગંજીવાડામાં બે દરોડામાં ૮૧ હજારનો દારૂ પકડ્યો

સીમા બલેદાર અને અશ્વિન ધનાની શોધખોળઃ રાજેશ સોલંકી પકડાયો

રાજકોટ તા. ૧૬: થોરાળા પોલીસે ચુનારાવાડમાં દરોડો પાડી રૂ. ૬૮૪૦૦નો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. એક મહિલા અને યુવાન આ દારૂ મુકી ભાગી ગયા હોઇ તેની શોધખોળ થઇ રહી છે. જ્યારે બીજા દરોડામાં ગંજીવાડામાંથી એક શખ્સને રૂ. ૧૩૪૦૦ના દારૂ સાથે પકડી લેવાયો હતો. બે દરોડામાં ૮૧૮૦૦નો દારૂ જપ્ત થયો હતો.

પીએસઆઇ પી.ડી. જાદવ અને ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા કનુભાઇ ઘેડની બાતમી પરથી ચુનારાવાડ-૨/૩ની વચ્ચેના ભાગે રહેતી સીમા દિપક બેલદારના ઘરમાં દરોડો પાડી રૂ. ૬૮૪૦૦નો ૧૮૦ બોટલ દારૂ જપ્ત કર્યો હતો. આ દારૂ સીમા અને અશ્વિન ધનાભાઇએ મંગાવ્યો હોવાનું ખુતલાં બંને સામે ગુનો નોંધાયો છે. બીજા દરોડામાં કોન્સ. આશિષ દવે અને સહદેવસિંહ જાડેજાની બાતમી પરથી ગંજીવાડા શેરી નં. ૬૨માં આવેલી ઓરડીમાં દરોડો પાડી અહિ રહેતાં રાજેશ મનજીભાઇ સોલંકીને રૂ. ૧૩૪૦૦ના ૩૬ બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી બી. બી. રાઠોડે દારૂના કેસ શોધી કાઢવા આપેલી સુચના અંતર્ગત થોરાળાના ઇન્ચાર્જ પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. ડી. જાદવ, હેડકોન્સ. ભુપતભાઇ, કોન્સ. આશિષભાઇ, સહદેવસિંહ જાડેજા, કનુભાઇ ઘેડ અને નરસંગભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી.

(3:32 pm IST)