Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

અંબામાંના ગોખ ગબ્બર અનમોલ કે શિખરે શોભા ઘણી રે લોલ...

રાજકોટ : આસોની અજવાળી રાત.... રાસ - ગરબા સંગ શહેરના ચોક ચાચર ચોક બની રાસ ગરબાની રમઝટ બોલે છે. પ્રાચીન ગરબી મંડળની બાળાઓ રાસ રમી માં અંબેની આરાધના કરે છે. શહેરના કોઠારીયા મેઈન રોડ ઉપર રણુજા મંદિર પાસે કૈલાશ પાર્ક શેરી નં.૧, શ્યામ ચોક ખાતે શ્રી ગાયત્રી ગરબી મંડળ છેલ્લા ૧૧ વર્ષથી આસો નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ગરબી મંડળની બાળાઓ ટેપના માધ્યમ ઉપર રાસ ગરબાની રમઝટ બોલાવે છે. શ્રી ગાયત્રી ગરબી મંડળની બાળાઓના રાસ નિહાળવા લતાવાસીઓ ઉમટી પડે છે. શ્રી ગાયત્રી ગરબી મંડળના આયોજનને યાદગાર બનાવવા પ્રમુખ રાજુભાઈ રૈયાણી, નટુભાઈ વાઘેલા, દિનેશભાઈ વાઘેલા, રાયમલભાઈ ચાવડા સહિતના જહેમત ઉઠાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની રમઝટ બોલાવતી બાળાઓ અને બીજી તસ્વીરમાં આયોજકો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:29 pm IST)