Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

જીવરાજ પાર્ક વિસ્તારમાં મેટલીંગના કામનો પ્રારંભ

વોર્ડ નં. ૧૧ નાં કોંગી કોર્પોરેટરના પ્રયત્ન સફળ

રાજકોટ, તા., ૧૬: શહેરમાં વોર્ડ નં. ૧૧ માં ઝડપથી વિકાસ પામતા વિસ્તારજીવરાજ પાર્ક વિસ્તારનો ટી.પી.રોડ કે.જે.મવડી સ્મશાનથી આર્યલેન્ડના આ રોડ પર રૂ. ૯૬ લાખના ખર્ચે મેટલીંગની કામગીરીનું ખાતમુહુર્ત આજરોજ કોર્પોરેટર ઘનશ્યામસિંહ એ.જાડેજા, પરેશભાઇ હરસોડા, પારૂલબેન ડેર તેમજ શ્રી વસંતભાઇ માલવીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આ વિસ્તારના અગ્રણી કલરીયા હરેશભાઇ બાબરીયા સાગરભાઇ, કનેરીયા સતીષભાઇ, કનેરીયા હિરેનભાઇ, અઘેરા વિશાલભાઇ, મેંદપરા જીજ્ઞેશભાઇ, પનારા કુલદીપભાઇ, પનારા બ્રિજેશભાઇ, ડઢાણીયા દિનેશભાઇ, ભાલોડીયા ચંદુભાઇ, દેલવાડીયા કુલદીપભાઇ, પનારા બ્રિજેશભાઇ, ડઢાણીયા દિનેશભાઇ , ભાલોડીયા ચંદુભાઇ,  દેલવાડીયા કુલદીપભાઇ, ભેસદડીયા રાજુભાઇ, કનેરીયા વલ્લભભાઇ, ઘોડાસરા પ્રવિણભાઇ, સુરેજા અરૂણભાઇ, પાડલીયા ગોપાલભાઇ, કાલાવડીયા, જયંતભાઇ આરદેશણા, સુરેશભાઇ કંટારીયા, અજીતભાઇ, સીરા અમીનભાઇ વિગેરે હાજર રહીને કોર્ર્પોરેટરશ્રીઓનો આભાર વ્યકત કર્યો હતો.(૪.૧૧)

(3:17 pm IST)