Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

રાત્રી સફાઇ મશીનરી ખરીદીના ટેન્ડરમાં ગેરરીતિની શંકાઃ ગાયત્રીબા

માત્ર સીંગલ પાર્ટીનું ટેન્ડર જ કેમ? ત્રણ-ત્રણ વાર સીંગલ પાર્ટી ટેન્ડર ભરે ચોથા પ્રયત્નમાં પણ તેજ પાર્ટીનું ટેન્ડર શંકાજનકઃ ટેન્ડર ભરનાર પાર્ટી બ્લેક લીસ્ટ છે કે કેમ?: મ્યુ.કમિશનરને પત્ર પાઠવી આ સમગ્ર પ્રકરણની તપાસ માંગતાં પુર્વ વિપક્ષ નેતા

રાજકોટ તા.૨૨: મ્યુ.કોર્પોરેશન દ્વારા રાત્રી સફાઇ માટેની મશીનરીની ખરીદીનાં ટેન્ડરમાં જબરી ગેરરીતિ થયાની શંકા દર્શાવી પુર્વ વિપક્ષી નેતા અને વોર્ડનં. ૩નાં કોંગ્રેસના કોર્પોરેટર ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ આ સમગ્ર પ્રકરણમાં તપાસ કરી ભ્રષ્ટાચારને બહાર લાવવા મ્યુ.કમિશનરને પત્ર પાઠવ્યો છે.

આ અંગે ગાયત્રીબા એ મ્યુ.કમિશનરશ્રીને પાઠવેલા પત્રમાં ૬ જેટલા પ્રશ્નો રજુ કરી અને તેની તપાસ કરાવી વિગતો રજુ કરવા માંગ ઉઠાવી છે. જે આ મુજબ છે.

(૧) રાત્રી રોડ સફાઇ માટેના (સ્વીપીંગ) મશીન ખરીદવા માટેનું પ્રથમ ટેન્ડર મંગાવ્યા બાદ શા માટે ટેન્ડર રદ કરવામાં આવ્યું હતુ?

(ર) ટેન્ડર અંગેના સરકારશ્રીના નિયમો પરીપત્રો ગાઇડલાઇન મુજબ સિંગલ પાર્ટી ટેન્ડર અંગેની જોગવાઇઓનો અમલ શા માટે કરવામાં આવતો નથી તેની સ્પષ્ટતા?

(૩) પ્રથમ વખત ટેન્ડર રદ કર્યા બાદ બીજી વખત નિયમોને નેવે મુકી સિંગલ પાર્ટી ટી.પી.એસ. કંપનીને કામ મળે તે રીતે કયા નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે?

(૪) આ મશીન ખરીદીમાં વાહન ખરીદી અંગેના આર.એમ.સી.ના પ્રર્વતમાન નિયમો અને ગાઇડલાઇનનો અમલ થાય છે ખરો?

(૫) આ કામગીરી માટે સિંગલ પાર્ટી ટી.પી.એસ. કંપની દિલ્હીમાં કામગીરી સબબ બ્લેક લીસ્ટેડ થયેલ છે કે કેમ? તેની વિગતો ચકાસવામાં આવી છે ખરી?

(૬) કોઇપણ સિંગલ પાર્ટી ટેન્ડર ત્રણ (૩) વાર આવ્યાબાદ ચોથા (૪) પ્રયત્ન પછી જે નિયમ અનુસાર કરવાની કાર્યવાહી માત્ર ટી.પી.એસ. કંપનીના હિતને ધ્યાનનમાં લઇ ટેન્ડરના બીજા પ્રયત્ન થીજ શા માટે આરંભી દેવાઇ છે?

ઉપરોકત મુદ્દાઓ અને વિગતો ધ્યાને લઇ કરોડો રૂપિયાની ખરીદીમાં કંપની સાથે મિલીભગત કરી પોતાની માનીતી કંપનીને જ આ કામ મળી રહે તે પ્રકારના નિયમો અને શરતો નો અમલ કરી મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહયો હોય તેવું સ્પષ્ટ જણાય છે. ત્યારે ઉપરોકત પ્રશ્નો અંગે યોગ્ય તપાસ કરાવી અને વિગતો રજુ કરવા પુર્વ વિપક્ષીનેતા ગાયત્રીબા વાઘેલાએ પત્રના અંતે માંગ ઉઠાવી છે.(૧.૧૯)

(3:55 pm IST)