Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મતદાનની ફરજ અચુક નભાવજોઃ યુવા સેના ટ્રસ્‍ટ

રાજકોટ,તા.૨૮:  યુવા સેના ટ્રસ્‍ટના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલાએ આગામી વિધાનસભાની ચુંટણી ૨૦૨૨ને અનુલક્ષીને મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરેલ છે. કોઇપણ ખોટી લાલચ, ભ્રમમાં પડયા વિના લોકશાહીને જીવંત રાખવા રાજયમાં સ્‍વસ્‍થ અને સુશાસન તેમજ શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ કાયમ જળવાઇ રહે તેવા હેતુથી યોગ્‍ય ઉમેદવારને પસંદ કરી મતદાન કરવા દરેક નાગરિકને અપીલ કરેલ છે.

(4:33 pm IST)