Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મવડી વિસ્તારમાં રહેતી મહિલા પર બળાત્કાર ગુજારનાર જતીનગીરી ગોસ્વામીની ધરપકડ

માલવીયાનગર પોલીસે દબોચ્યો : કેવડાવાડીના પરણીત ઢગાએ પ્રેમ સંબંધ રાખી મકાન ભાડે રાખી મહિલાને પત્ની તરીકે રાખી'તીઃ એસ.ટી. બસ સ્ટેશન પાછળ હોટલમાં

રાજકોટ, તા., ૨૮: મવડી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી મહિલા સાથે પ્રેમજાળમાં ફસાવી પત્નીની જેમ રાખી કેવડાવાડીમાં રહેતા પતિના પરણીત મિત્રએ દોઢ વર્ષ દરમ્યાન એસ.ટી બસ સ્ટેશન પાછળ હોટલ તથા મવડી વિસ્તારમાં ભાડાના મકાનમાં અવારનવાર દુષ્કર્મ આચરતા ફરીયાદ નોંધાતા માલવીયાનગર પોલીસે કેવડાવાડીના શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ મવડી વિસ્તારમાં રહેતા મહિલાને કેવડાવાડીમાં રહેતા જતીનગીરી ગોસ્વામીએ પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી દોઢ વર્ષ દરમ્યાન અવાર નવાર મવડીમાં ભાડાના મકાનમાં તથા એસટી બસ સ્ટેશન પાછળ આવેલી એક હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યા બાદ જતીને ઘરે આવવાનું બંધ કરી દીધુ હતુ અને પાંચેક દિસ પહેલા મહિલાએ તેના ગેરેજે જઇને વાત કરતા જતીને કહેલ કે તું મરી જા તો ભલે મારે તારી સાથે નથી રહેવું તેમ કહેતા મહિલાએ વાણીયાવાડીમાં બગીચામાં ફીનાઇલ પીધુ હતું બાદ મહિલા માલવીયાનગર પોલીસ સ્ટેશનને જતા જતીને ત્યાં આવીને માંફી માંગતા મહિલાએ ફરીયાદ કરી ન હતી. બાદ જતીન ગોસ્વામીએ કહેલ કે મારે તારી સાથે પ્રેમ સબંધ રાખવો નથી અને લગ્ન કરવા માંગતો નથી. હવે મને ભુલી જજે તેમ કહેતા પોતે માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીઆઇ આઇ.એન.સાવલીયા તથા હેડ કોન્સ. શૈલેષભાઇ તથા દીપકભાઇ સહીતે કેવડાવાડી શેરી નં. ૧૦માં રહેતો જતીનગીરી દોલતગીરી ગોસ્વામી (ઉ.વ.૩૯) ની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

(4:50 pm IST)