Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

અંધજન કલ્‍યાણ મંડળને અનુદાન

અંધજન કલ્‍યાણ મંડળ રાજકોટ છેલ્લા ૫૦ વર્ષથી દ્રષ્‍ટીહિનોને શિક્ષણ, રોજગાર અને પુનવર્સન  આપવાનું કાર્ય સમગ્ર સૌરાષ્‍ટ્ર અને ગુજરાતમાં કરી રહેલ છે. સંસ્‍થાનું આ સુવર્ણ જયંતી વર્ષ ચાલી રહયું છે. સંસ્‍થા પાસે (ર) બિલ્‍ડીંગ છે. પરંતુ અંધજનોની કલ્‍યાણકારી પ્રવૃતી માટે મકાનની જરૂરીયાત હોવાથી એક જમીનનો પ્‍લોટ ૮/૨૧ મીલપરામાં ખરીદેલ છે. જેના ઉપર ગીતાંજલી ભવન બાંધવા માટેનો આરએમસીમાં પ્‍લાન પાસ કરાવેલ છે. જેમાં બેઠેલ પ્રેસ-બ્રેઇલ લાઇબ્રેરી સભાખંડ (હોલ) અતિથિ ગૃહ તથા કોલેજ કરતા અંધભાઇઓ માટે છાત્રાલય કરવાનો છે. જેમાં સભાખંડ (હોલ) બાંધવા માટે રાજકોટના ઇકોનોમીક ટ્રેડર્સના ઇન્‍દુલાલ વોરાએ વોરા વેલફેર ટ્રસ્‍ટમાંથી રૂા. ૧૧ લાખનો ચેક સંસ્‍થાના માનદ મંત્રી જી.જે.વાછાણીને અર્પણ કરતા નજરે પડે છે.

(4:13 pm IST)