Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

એકસ આર્મીમેન સીકયુરીટી ગાર્ડની ડી.જી.આર. સ્‍ટેની માંગણી નામંજુર

પી.જી.વી.સી.એલ. અને સેન્‍ટ્રલ સીકયુરીટી સર્વિસ લી. સામે

રાજકોટ તા. ર૮: પી.જી.વી.સી.એલ. રાજકોટ તથા સેન્‍ટ્રલ ઇન્‍વેસ્‍ટીગેશન સિકયુ઼રીટી સર્વિસ લી., વડોદરા સામે એકસ આર્મીમેન સીકયુરીટી ગાર્ડની ડી.જી.આર. રેટની માંગણી અદાલતે રદ કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે એકસ. આર્મીમેન છગનભાઇ દાનાભાઇ સરીયા દ્વારા પી.જી.વી.સી.એલ. રાજકોટ તેમજ સેન્‍ટ્રલ ઇન્‍વેસ્‍ટીગેશન સિકયુરીટી સર્વિસ લી., વડોદરા વિરૂધ્‍ધ ડી.જી.આર. રેટ મુજબ પગાર તફાવત મેળવવા મજુર અદાલત રાજકોટ સમક્ષ વસુલાત અરજી દાખલ કરી એવી માંગણી મુકેલ કે, સામાવાળા પી.જી.વી.સી.એલ. અને સેન્‍ટ્રલ ઇન્‍વેસ્‍ટીગેશન સિકયુરીટી સર્વિસ લી., વચ્‍ચે આર્મડ તથા અનાર્મડ સીકયુરીટી મેન પુરા પડવાનો કોન્‍ટ્રાકટ થયેલ હતો. અરજદારને એટલે કે એકસ સર્વિસમેનને ડી.જી.આર. ન્‍યુ દિલ્‍હી દ્વારા બહાર પાડવામાં આવેલ વખતો વખતના મીનીમમ વેજીસના રેઇટ મુજબ પગાર ચુકવેલ નથી અને ઓછો પગાર ચુકવેલ છે તેમજ અરજદારને અઠવાડીક વેતન રજાના લાભો તથા રાષ્‍ટ્રીય તહેવારના લાભો પણ ચુકવેલ નથી જેથી સામાવાળાઓ પાસેથી રૂા. ર,૯ર,૩પ૦.૮૩ બાકી લેણા નકકી કરી તેમજ તેના ઉપર ૧૮% વ્‍યાજ, અરજી ખર્ચ રૂા. પ,૦૦૦/- અપાવવા દાદ માંગેલ છે અને રીકવરી સર્ટીફીકેટ કાઢી આપવા માંગણી કરેલ છે.

બંને પક્ષકારોની દલીલો તેમજ પડેલ પુરાવાઓ ધ્‍યાને લીધા મજુર અદાલત નંબર-ર, રાજકોટના ન્‍યાયાધીશશ્રી એસ. બી. શાહ સામાવાળા દ્વારા રજુ કરવામાં આવેલ દલીલો તેમજ વિવિધ વડી અદાલત દ્વારા પ્રસ્‍થાપિત સિધ્‍ધાંતો સાથે સહમત થતા અરજદાર એકસ આર્મીમેનની માંગણી રદ કરતો હુકમ કરેલ. આ કામે પી.જી.વી.સી.એલ. રાજકોટ તથા સેન્‍ટ્રલ ઇન્‍વેસ્‍ટીગેશન સિકયુરીટી સર્વિસ લી., વડોદરા વતી રાજકોટના જાણીતા એસ. બી. ગોગિયા લો ફર્મ વતી એડવોકેટ અનિલ એસ. ગોગિયા, પ્રકાશ એસ. ગોગિયા તેમજ સીન્‍ધુબેન એસ. ગોગિયા એડવોકેટ રોકાયેલ હતા.

(4:00 pm IST)