Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

બાર એસો.ની ચુંટણી સંબંધે મતદાર યાદી ચકાસવા વકીલોને અનુરોધ

રાજકોટ તા. ર૮: રાજકોટ બાર એશોસીએશનની આગામી ચુંટણી તારીખ ૧૬/૧ર/ર૦રરના રોજ યોજાનાર હોય બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના વન વોટ મુજબની રાજકોટ બાર એશોસીએશનની મતદાર યાદી પ્રસિધ્‍ધ થઇ ગયેલ હોય તો રાજકોટ બાર એશોસીએશનના સભ્‍યોએ પોતાના નામ મતદાર યાદીમાં ચકાસી જેમાં નામ સરનેમ વિગેરેમાં ભુલ સુધારવા, નામ ઉમેરવા, નામ કમી કરવા વિગેરે તારીખ ૦૧/૧ર/ર૦રર ના સાંજે પ-૩૦ કલાક સુધીમાં લેખીતમાં આધાર પુરાવા સહીત આપવા ત્‍યારબાદ આખરી મતદાર યાદી પ્રસિધ્‍ધ થયા પછી કોઇપણ પ્રકારનો ફેરફાર થઇ શકશે નહીં તેમ રાજકોટ બાર એશોસીએશનની યાદીમાં જણાવવામાં આવેલ છે જેની દરેક સભ્‍યોએ નોંધ લેવા વિનંતી છે.

(3:59 pm IST)