Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

કવિ હરિવંશરાય બચ્‍ચન

ફિલ્‍મ ઉદ્યોગમાં આજે જેને આપણે સહ સદીના મહાનાયક તરીકે ઓળખીએ છીએ તેવા અભિનેતા   અમિતાભ બચ્‍ચનના પિતાજી તરીકે જેમને લોકો ઓળખે છે  તેવા કવિ હરિવંશરાય બચ્‍ચન હિન્‍દી કવિતાના ક્ષેત્રે ‘હાલાવાદી' તરીકે ઓળખે છે. ‘હાલા' નો અર્થ ‘મસ્‍તી' છે. અને આ કવિએ જીવનના અપાર દુઃખ અને કષ્‍ટ વચ્‍ચે ‘મસ્‍તી' ન છોડી જેના કારણે તેમના કાવ્‍યો આજે ‘અમરત્‍વ' પામ્‍યા છે.

કવિ ઉપરાંત તેઓ સારા અને સફળ લેખક પણ હતા. તેઓએ પોતાની આત્‍મકથા ચાર ભાગમાં લખી છે. જેનાથી હિન્‍દી સાહિત્‍યમાં આત્‍મકથા-યુગ શરૂ થયો એવુ માનવામાં આવે છે. આ આત્‍મકથાના નામ આ પ્રમાણે છે. ‘ કયા ભુલુ? કયા યાદ કરૂ?,' ‘ બસેરે સે દૂર',‘નિડ કા નિર્માણ ફિર' અને  ‘દસ દ્વાર સે સોપાન તક' પાઠકો-વાચકોને યાદ હશે કે મુંબઇના જેહુ તટ વિસ્‍તારમાં આવેલ તેમનો વિશાળ બંગલો દસ દ્વાર સે સોપાન તક' હતો જે તાજેતરમાં માતબાર રકમમાં વેંચાયો હતો. ‘જલસા' નામનો બંગલો આજે હયાત છે. જેમાં-પરિવારજનો રહે છે.

કવિ હરિવંશરાય બચ્‍ચને અંગ્રેજી સાહિત્‍યના મહાકવિ ‘જહોન પેપ્‍સ' પર પીએચ.ડી. કરી અલ્લાહાબાદ (હાલ પ્રયાગ રાજ) યુનિ.માં અંગ્રેજીના પ્રોફેસર તરીકે નોકરી કરી હતી.

યુવાવયથી તેઓ કાવ્‍ય રચના કરતા હતા. વારાણસી-બનારસ યુનિ. ખાતે યોજાયેલ એક કાવ્‍ય સમ્‍મેલનમાં આ યુવા કવિએ પોતાની રચના રજૂ કરી યુવા હૃદયને ડોલાવી દીધા હતા જેના કારણે કવિ સમ્‍મેલનના આયોજકોને એક દિવસ વધુ લખાવાની ફરજ પડી હતી. એ કવિ યુવા દિલોની ધડકન હતા.

તેમની પ્રખ્‍યાત રચના ‘મધુશાલા'ની લાખો નકલો વહેચાય હતી જેને સાંભળવા માટે શ્રોતાઓ પાગલ થઇ ઉઠતા અને રાતના ઉજાગરા કરતા.

 વર્તમાન સમયમાં કે.ેબી.સી.કાર્યક્રમમાં સદીના મહાનાયક તરીકે જેમને લોકો ઓળખે છે તેઓ કાર્યક્રમ દરમ્‍યાન ‘‘બાબુજી'' ની કવિતાઓનું ગાન કરી શ્રોતાઓને મંત્ર-મુગ્‍ધ કરી દે છે તો આવો આપણે પણ થોડો આસ્‍વાદ લઇએ.

(૧) તીર પર કૈસે રૂક મૈ આજ લહરો કા નિમંત્રણ

(૨) જો જીત ગયી સો જાત ગઇ, અંબરકે આનનકો દેખા કિતને કસબે પ્‍યારે છૂટે?

કયા અંબર શોક મનાતા હૈ?

(૩) ભાવુકતા અંગુર લતા સે ખીંચ કલ્‍પનાકી હાલા કવિ સાકી બનકર આયા હૈ, ભર કર કવિતા કો પ્‍યાલા કભી ન કણ ભર ખાલી હોગા, લાખ પીએ, દો લાખ પીએ પાઠક- ત્રણ હૈ પીને વાલે, પુસ્‍તક ‘મેરી મધુશાલા.'

કવિના વિરોધીઓએ ગાંધીજીને ફરિયાદ કરી કે બચ્‍ચન શરાબનો પ્રચાર કરતા ગીતો ગાઇ લોકોને બહેકાવે છે. ત્‍યારે ખુદ ગાંધીજીએ બચ્‍ચનજીને બોલાવી તેમની ‘મધુશાલા' સાંભળી અને નિર્દોષતાનું પ્રમાણ-પત્ર આપ્‍યાનું કહેવાય છે.

આ કવિ જીવનની મસ્‍તીના ગીતો ગાતા-ગાતા અન્‍ય વાતોપણ કહી જાય છે  જેમ કે-

‘મુસલમાન ઔર હિન્‍દુ હૈ દો'

એક મગર ઉનકા પ્‍યાલા એક મગર ઉનકા મદિરાલય એક મગર ઉનકી હાલા, દો નો રહતે એક ન જબ તક, મંદિર-મસ્‍જીદમે જાતે,

બૈર બઢાતે મસ્‍જિદ-મંદિર, મેલ કરાતી મધુશાલા! કોમી એકતાનું આનાથી વધુ ઉત્‍કૃષ્‍ટ ઉદાહરણ કયાં મળશ? કવિ હરિવંશરાય બચ્‍ચનજી અને નહેરૂ પરિવાર સાથે ગાઢ સંબંધ હતા અને નહેરૂજીએ બચ્‍ચનજીને ગૃહવિભાગમાં બચ્‍ચનજીની હિન્‍દી અધિકારી તરીકે નિમણૂક કરી હતી!

નોંધઃ- મારી સુપુત્રી ડો. દીપ્તિ ત્રિવેદી કે જે હાલમાં બાવીસ વર્ષ થયા એસ.એન.કે શૈક્ષણિક સંકૂલમાં હિન્‍દી-ટીચર તરીકે ફરજ બજાવે છે કે જેણે બચ્‍ચનજીની આત્‍મકથાના ચાર ભાગ પર પીએચ.ડી. કાર્ય કરી ડીગ્રી પ્રાપ્‍ત કરી છે. જેને અમિતાભજીએ પત્ર પાઠવી સહયોગ અને અભિનંદન પણ પાઠવ્‍યા હતા.

(4:48 pm IST)