Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

શેઠ ઉપાશ્રયે બુધવારે તથા ગુરૂવારે સી.એમ.શેઠ પોષધશાળા ખાતે પધરામણી

ગુજરાત રત્‍ન પૂ. શ્રી સુશાંતમુનિ મ.સા. એવં સદગુરુદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા. તથા તપસમ્રાટ : પૂ. રતિલાલજી મ.સા. એવં પૂજયવરા અપૂર્વશ્રુત આરાધિકા પૂ. મુકત-લીલમ ગુરુણીનાં સુશિષ્‍યાઓ આ.ઠા.ની : તા.૪ને રવિવારે સવારે ૭ થી ૯ પ્રગટ પ્રભાવી પૂ.શ્રી તપસ્‍વી માણેકચંદ્રજી સ્‍વામીની દિવ્‍ય ગુરુમંત્ર જપ સાધના

રાજકોટ, તા.૨૮: ગોંડલ સંપ્રદાયના ગુજરાતરત્‍ન પૂ. શ્રી સુશાંતમુનિ મ.સા. એવં સદગુરુદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા. તથા તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા. એવં પૂજયવરા અપૂર્વશ્રુત આરાધિકા પૂ. મુકત-લીલમ ગુરુણીનાં સુશિષ્‍યાઓ સરલ સ્‍વભાવી પૂ. વિજયાબાઈ મ., ઋજુતા સંપન્‍ના પૂ. સાધનાબાઈ મ., દીર્ઘતપસ્‍વીની પૂ. વનિતાબાઈ મ., દીર્ઘ દર્શિતા પૂ. દીક્ષિતાબાઈ મ., સમયજ્ઞા પૂ. વિનોદીનીબાઈ મ., શાસન પ્રભાવિકા પૂ. હસ્‍મિતાબાઈ મ., તપસ્‍વિની પૂ. કલ્‍પનાબાઈ મ., પ્રવચન -ભાવિકા પૂ. અજીતાબાઈ મ., શાસન જયોતિકા પૂ. સુનિતાબાઈ મ., વ્‍યવહારકુશલા પૂ. રૂપાબાઈ મ. આદિ ઠાણા તા. ૩૦ ને બુધવાર ના રોજ શેઠ ઉપાશ્રય - રાજકોટ પધારશે.

તા. ૧ ડિસેમ્‍બર ને ગુરુવારનાં રોજ શ્રી રોયલપાર્ક સ્‍થા. જૈન મોટા સંઘ-સી.એમ.શેઠ પૌષધશાળામાં પ્રગટ પ્રભાવી પૂજયશ્રી માણેકચંદ્રજી સ્‍વામીના શતાબ્‍દી મહોત્‍સવ પૂર્ણાહૂતિ એવં ૧૦૧માં પુણ્‍યસ્‍મળતિ દિન ઉપલક્ષે જપ-તપ-ત્‍યાગ આરાધના અનુષ્ઠાન બળહદ રાજકોટના જૈનોને કરાવવા અર્થે પધારશે.

પૂ. સંત-સતીજી તા. ૧ ડિસેમ્‍બરના રોજ સવારે ૭:૩૦ કલાકે શેઠ ઉપાશ્રયથી પ્રસ્‍થાન કરશે અને સી.એમ.શેઠ પૌષધશાળા રોયલપાર્ક મોટા સંઘમાં ચતુર્વિધ સંઘ સહિત પધારશે. ત્‍યાર બાદ ત્‍યાં સર્વ માટે નવકારશીની વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ છે. તા. ૨ ડિસેમ્‍બરને શુક્રવારથી દરરોજ ૯:૩૦ થી ૧૦:૩૦ પ્રવચન રહેશે.

તા.૪ને રવિવારે સવારે ૭ થી ૯ પ્રગટ પ્રભાવી પૂ.શ્રી તપસ્‍વી માણેકચંદ્રજી સ્‍વામીની દિવ્‍ય ગુરુમંત્ર જપ સાધના કરાવવામાં આવશે. જેમાં બળહદ રાજકોટના તથા ગોંડલ સંપ્રદાયના સર્વ ક્ષેત્રનાં શ્રાવક-શ્રાવિકાઓ લાભ લઈ શકશે.

તા. ૭ ને બુધવારે સામૂહિક આયંબિલ તપ સાઉથ ઈન્‍ડિયન આયંબિલ બળહદ રાજકોટનાં સ્‍તરે રાખવામાં આવેલ છે. જેના પાસ તા. ૪ થી તા. ૬ ડિસેમ્‍બર સુધી આપવામાં આવશે.

પ્રગટ પ્રભાવી પૂ.શ્રી માણેકચંદ્રજી મ.સા.ના ૧૦૧મી પુણ્‍યસ્‍મળતિદિન અવસરે મંત્રજાપ અને નવકારશી તથા આયંબિલનાં લાભાર્થી પરિવાર સૌરાષ્‍ટ્ર કેસરી પૂજયશ્રી પ્રાણલાલજી મ.સા.ના સુશિષ્‍ય (મામા મહારાજ) તપસ્‍વી રત્‍ન પૂ.શ્રી જગજીવનજી મ.સા.નો જય હો. (મામા મહારાજ) ગોંડલ ગચ્‍છ શિરોમણી પૂ.શ્રી જયંતિલાલજી મ.સા.નો જય હો. અમરાપર નિવાસી હાલ મુંબઈ સ્‍વ.હરિલાલ જેચંદ દોશી,  વિનોદચંદ્ર હરિલાલ દોશી, સ્‍વ. સમરતબેન હરિલાલ દોશી, જયોતિબેન વિનોદચંદ્ર દોશી, દેવેન્‍દ્રભાઈ વિનોદચંદ્ર દોશી, પારસભાઈ વિનોદચંદ્ર દોશી, અમિતાબેન અભય નેને તેમજ સમગ્ર દોશી પરિવાર છે.

દરેક શ્રાવક-શ્રાવિકાઓએ શ્વેત વષા ધારણ કરવાં. પ્રભાવના અને નવકારશીના પાસ સવારે ૬:૪૫ સુધી જ આપવામાં આવશે. એમ સી.એમ.શેઠની યાદીમાં જણાવ્‍યુ છે.

(3:56 pm IST)