Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ગત ધારાસભામાં વોર્ડ નં. ૧૫ સિવાય તમામ વોર્ડ ભગવા હતા

આ વખતે ઉમેદવારો બદલાતા સમીકરણોમાં પણ પરિવર્તન આવ્‍યાનું રાજકીય નિષ્‍ણાંતો માને છે : ૨૦૧૭માં સૌથી વધુ લીડ ભાજપને વોર્ડ નં. ૧૪માં ૧૩,૭૪૦ મતોની, સૌથી ઓછી ૧૧૨૯ મતોની લીડ વોર્ડ નં. ૧૬ એ આપેલ : વોર્ડ નં. ૧૫ માં કોંગ્રેસને ૨૮૫૫ મતોની લીડ મળી હતી

રાજકોટ તા.રપ : રાજકીય માહોલ જામ્‍યો છે ત્‍યારે ગત ર૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં શહેરની ચારેય બેઠકો ઉપર કુલ ૯,૬૪,૫૦૧ મતદારો પૈકી ૬,૩૪,૦૨૫ જેટલું મતદાન થયું હતું. જેમાં ભાજપને ૩,૭૩,૦૩૩ તથા કોંગ્રેસને ૨,૩૪,૫૬૭ મતો મળ્‍યા હતા. જ્‍યારે વોર્ડ નં. ૧૪માં સૌથી વધુ ભાજપને  ૧૩,૭૪૦ મતોની લીડ તથા વોર્ડ નં. ૧૬માં સૌથી ઓછા ૧૧૨૯ મતોની લીડ મળી હતી. શહેરમાં એકમાત્ર વોર્ડ નં. ૧૫માં કોંગ્રેસને ૨૮૫૫ મતોની લીડ મળી હતી.

ગત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ શહેરની ચારેચાર બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો ત્‍યારે વોર્ડ વાઇઝ ભાજપ કોંગ્રેસને મળેલ લીડ ઉપર નજર કરીએ તો એકમાત્ર વોર્ડ નં. ૧૫માં ૨૮૫૫ મતોની લીડ મળી હતી જ્‍યારે ૧૮ પૈકી ૧૭ વોર્ડમાં ભાજપને લીડ મળી હતી. જેમાં વોર્ડ નં. ૧માં ૯૧૯૩, વોર્ડ નં. ૨માં ૭૪૭૦, વોર્ડ નં. ૩ માં ૬૯૨૦, વોર્ડ નં. ૪માં ૩૨૮૧, વોર્ડ નં. ૫માં ૯૬૬૬, વોર્ડ નં. ૬માં ૭૯૭૧, વોર્ડ નં. ૭માં ૯૧૮૯, વોર્ડ નં. ૮માં ૧૧૩૬૮, વોર્ડ નં. ૯માં ૯૫૫૭, વોર્ડ નં. ૧૦માં ૧૦૪૯૩, વોર્ડ નં. ૧૧માં ૫૨૦૧, વોર્ડ નં. ૧૨માં ૯૮૦૫, વોર્ડ નં. ૧૩માં ૯૮૦૫ તથા વોર્ડ નં. ૧૪માં ૧૩૭૪૦, વોર્ડ નં. ૧૬માં ૧૧૨૯, વોર્ડ નં. ૧૭માં ૧૧૧૫૮, વોર્ડ નં. ૧૮માં ૮૬૦૭ની લીડ ભાજપને મળી હતી.

ગત વિધાનસભાની ચૂંટણીમાં વોર્ડ વાઇઝ આંકડા જોઇએ તો વોર્ડ નં.૧ના કુલ મતદાર પ૪૮૭૭ હતા. જેમાંથી ૩૭૪૩૦ લોકોએ મત આપતા ૬૮.૧૮ ટકા મતદાન થયેલ વોર્ડ નં.રના કુલ પ૩ર૮૩ મતદારોમાંથી ૩૩૮રર નાગરીકોએ મત આપતા ૬૭ ટકા મતદાન નોંધાયેલ. જયારે વોર્ડ નં.૩ના પ૬પ૯૦ કુલ મતદારોમાંથી ૩પ૮પ૪ લોકોએ મતનો ઉપયોગ કરતા ૬૭ ટકા મતદાન થયુ હતુ.

જયારે વોર્ડ નં.૪ના કુલ ૪૬૮૯૪માંથી ૩ર૧૦૬ મતદારોએ મત આપતા ૬૮.૪ર ટકા મતદાન થયેલ. વોર્ડ નં.પમાં ૪૭૧૭૯ મતમાંથી ૩૩૩૪પ લોકોએ મત આપતા ૭૦.રર ટકા મતદાન થયેલ વોર્ડ નં.૬માં ૪૬૪૯પ મતદારોમાંથી ૩૦૮૮૧ એ મત આપતા ૬૮ ટકા મતદાન નોંધાયેલ. જયારે વોર્ડ નં.૭માં કુલ ૬૧૩પ૩ મતદારોમાંથી ૩૯૩૯૩ લોકોએ મત આપતા ૬૬.પ૪ ટકા મતદાન થયેલ.

શહેરનાં વોર્ડ નં.૮માં ૬૧૪૭૬ મતદારોમાંથી ૪૧૭૪૪ નાગરીકોએ મતદાન કરતા ૬૯.૯ર ટકા મતદાન  નોંધાયેલ. વોર્ડ નં.૯માં પ૮૧૩૦ કુલ મતોમાંથી ૪૦૩૯૪ મત પડતા ૬૯.પ૦ ટકા મતદાન થયેલ. તેવી જ રીતે વોર્ડ નં.૧૦માં કુલ પ૪૦૦રમાંથી ૩૬૦૧રનું મતદાન થયેલ અને ૬૭.૪૧ ટકા વોટીંગ નોંધાયેલ. જયારે વોર્ડ નં.૧૧માં ૬૪ ટકા મતદાન કુલ ૪૮૬૧૦ મતોમાંથી ૩૧૪રર મત પડતા થયેલ.

જયારે વોર્ડ નં. ૧રમાં પ૦૮૭૯ કુલ મતદારોમાંથી ૩૧૯૪ર લોકોએ મત આપતા મતદાનની ટકાવારી ૬૩ ટકાએ પહોંચેલ. વોર્ડ નં.૧૩માં પણ ૬૩ ટકા મતદાન નોંધાયેલ. જેમાં પ૯૮૧૪ મતદારોમાંથી ર૮૯૩૪ લોકોએ મત આપેલ. વોર્ડ નં.૧૪માં પ૬૬પ૭ મતદારોમાંથી ૩૬૧૦૯ લોકોએ મતદાન કરતા ટકાવારી ૬૩ ટકાએ પહોંચી હતી.

વોર્ડ નં.૧પમાં ૬૭.૧૦ ટકા મતદાન નોંધાયેલ. જેમાં કુલ ૪પ૦૮૩ મતોમાંથી ૩૦રપપ મત પડયા હતા. વોર્ડ નં.૧૬માં પ૦ર૭રમાંથી ૩ર૪૦૧ લોકોએ મતદાન થતા ૬૬.૭૩ ટકા મતદાન નોંધાયેલ. જયારે વોર્ડ નં.૧૭ના કુલ મતદારો પ૬ર૦૦ હતા. જેમાંથી ૩૬રર૪ લોકોએ મતદાન કરતા ૬૪.ર૭ ટકા મતદાન થયેલ. શહેરના અંતિમ એવા વોર્ડ નં.૧૮માં કુલ પ૬૭૦૭ મતદારોમાંથી ૩પ૭પ૭ લોકોએ મત આપતા ૬૬ ટકા મતદાન નોંધાયેલ.

(3:33 pm IST)