Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

રાજકોટ શહેર-જીલ્લામાં કાલે સાંજે પ વાગ્‍યાથી જાહેર પ્રચાર-પડધમ પર પ્રતિબંધઃ બહારથી આવેલા નેતાઓ-કાર્યકરોને રાજકોટ છોડી દેવા આદેશો

હોટલો-વાડી-હોલ ઉપર ચેકીંગ કરવા ટીમો ઉતારાઇઃ કાલથી તા.૧ સુધી અને૮મીએ દારૂ- નશાયુકત કોઇપણ ચીજ-વસ્‍તુ વેચવા પર પ્રતિબંધ : કાલે સાંજે ચૂંટણીમાં રોકાયેલા ૧૩ હજારની સ્‍ટાફનું છેલ્લુ રેન્‍ડમાઇઝેશન

રાજકોટ તા. ર૮ : રાજકોટ શહેર-જીલ્લાની ૮ વિધાનસભા બેઠકની તા.૧ ના ગુરૂવારે સવારે ૮ થી પ દરમિયાન ચૂંટણી યોજાશે, હાલ પ્રચાર-પ્રસાર - જાહેરસભા પુરોજશમાં દરેક-રાજકીય પક્ષો દ્વારા ચાલુ છે.

દરમિયાન રાજકોટ શહેર-જીલ્લામાં આવતીકાલે સાંજે પ વાગ્‍યાથી જાહેર પ્રચાર-પડધમ જાહેર સભા-સરઘસ, રેલી પર પ્રતિબંધ આવી જશે, દરેક પક્ષ કાલે સાંજે પ વાગ્‍યા બાદ માત્રનેમાત્ર ડોર ટુ ડોર પ્રચાર અથવા તો મીટીંગો યોજી શકશે, આ માટે ચેકિંગ કરવા જે તે આર.ઓ. દ્વારા સુચના અપાઇ છે.

દરમિયાન જીલ્લા કલેકટરે આદેશો કરી બહારના વિસ્‍તારો-શહેર-રાજયોમાંથી રાજકોટ શહેર-જીલ્લામા઼ આવેલા દરેક પક્ષના નેતાઓ-કાર્યકરો-આગેવાનોને કાલે સાંજે પ વાગ્‍યા બાદ રાજકોટ શહેર-જીલ્લો છોડી દેવા આદેશો કર્યા છે....કલેકટરે ટીમો ઉતારી કાલ સાંજથી હોટલો-વાડી-હોલ ઉપર ચેકીંગ કરવા સૂચના અપાઇ છ,ે આ ઉપરાંત કાલથી તા. ૧ સુધી અને તા.૮ મીએ મતગણત્રીના દિવસ દારૂ-નશાયુકત કોઇપણ ચીજ વસ્‍તુ વેચવા ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે, આ દિવસો ડાય-ડે જાહેર કરાયા છ.ે

દરમિયાન કાલે સાંજે મતદાન મથક ઉપર જનાર તમામ ૧૩ હજારના સ્‍ટાફનું જે. તે આર.ઓ.તથા ઓબર્ઝવરની ઉપસ્‍થિતિમાં છેલ્લુ અને આખરી રેન્‍ડેમાઇઝેશન થશે, અમે કયો સ્‍ટાફ કયા બુથમાં જશે તે ફાઇનલ થશે તમામ બુથ માટેની ર૬ પ્રકારના ફોર્મ સહિત કુલ ૭૦૦ થી વધુ વસ્‍તુઓ-ઇવીએમ-વીવીપેટ સાથેની કુલ રરપ૩ કીટ તૈયાર કરી લેવાઇ છે, જીલ્લા કલેકટરનું તંત્ર સાબદુ બની ગયું છે.

(11:53 am IST)