Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ઘરે-ઘરે મત કુટિર : ૪૩ વયોવૃધ્‍ધ - દિવ્‍યાંગોનું મતદાન

લોકશાહીનો અનોખો અવસર : અશક્‍ત મતદારોએ લોકશાહીને મજબૂત કરી

રાજકોટ તા. ૨૮ : લોકશાહીનો અવસર આ વખતે અનેક લોકો માટે ખાસ બની રહ્યો છે. વયોવૃદ્ધ કે દિવ્‍યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે રાજય ચૂંટણીપંચ દ્વારા ખાસ વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે. જે અન્‍વયે બી.એલ.ઓ. અને તેમની ટીમ મત કુટિર અને પોસ્‍ટલ બેલેટ સાથે  પહોંચે છે નક્કી કરાયેલા મતદારોના ઘરે -ઘરે. ઘરે જ ટેમ્‍પરરી મતદાન મથક ઉભું કરવામાં આવે છે અને મતદાર પોસ્‍ટલ બેલેટ થી ગુપ્ત મતદાન કરે છે. ઘર બેઠા મતદાનમાં ઝોનલ ઓફિસર સાથે તેમની ટીમ ઉપરાંત સુરક્ષા માટે પોલીસ તેમજ વીડિયોગ્રાફી માટે કેમેરામેન પણ ઉપલબ્‍ધ રાખવામાં આવે છે.

રાજકોટ ૬૮ - વિધાનસભા બેઠક પર ઝોનલ ઓફિસર અને બી.એલ.ઓ ની ટીમ દ્વારા ૪૩ લોકોનું પોસ્‍ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્‍યું હોવાનું રીટર્નીંગ ઓફિસરશ્રી સુરજ સુથાર જણાવ્‍યું હતું.

ઘર બેઠા મતદાન અંગે બી.એલ.ઓ. દ્વારા અપાયેલી પ્રતિક્રિયામાં જણાવ્‍યું હતું કે, મતદારો  અને તેમના પરિવારજનો ખુબ ખુશીની લાગણી અનુભવે છે.  મતદાન બુથ સુધી જવામાં અક્ષમ્‍ય હોઈ તેઓ કોઈ મુશ્‍કેલી વગર ઘર બેઠા મત આપી લોકશાહીને મજબૂત કરવામાં તેમનું અનેરૂ યોગદાન પૂરૂં પાડી રહ્યા છે.

(4:50 pm IST)