Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

પીએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં પોલીસ પરિવારના પરીક્ષાર્થીઓને માર્ગદર્શન આપવા કલાસીસ શરૂ થયા: ડીસીપી મનોહરસિંહ જાડેજાની હાજરી: ICEના મૌલિક ગોંધીયા દ્વારા માર્ગદર્શન

રાજકોટઃ પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ  અને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદના હુકમથી dcp zon -2  મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસીપી જી.એસ. બારીયા અને આર.પી.આઇ મયુર કોટડીયા દ્વારા પોલીસ હેડ કવાટરમા તાલીમ ભવન ખાતે આગામી દિવસોમાં આવનાર પો.સ.ઇ  તથા પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી મા પોલીસ પરીવાર ના વધુ મા વધુ બાળકો પાસ થાઈ તેવા હેતુથી પોલીસ પરિવારના ભાઈઓ તથા બહેનો માટે લેખિત પરીક્ષાની તૈયારી માટે  માર્ગદર્શન મળી રહે તે હેતુથી સ્પર્ધાત્મક પરીક્ષા ના ક્લાસિસ શરૂ કરવામાં આવેલ છે. જે અન્વયે આજરોજ  તા:- 27/11/2021ના રોજ માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે dcp zon 2 મનોહરસિંહ જાડેજા, આર.પી.આઈ મયુર કોટડીયા તથા આર.પી.આઇ ભટ્, પો.સ.ઇ એમ.એન. બોરીસાગર  તથા પો.સ.ઇ એન.એચ. રાઠોડ ઉપસ્થિત રહેલા.. (ice institute for competitive exam) ક્લાસીસના મૌલિકભાઇ ગોધીયા દ્વારા માર્ગદર્શન સેમિનાર લેવામાં આવેલ હતો .આ સેમિનારનો પોલીસ પરીવારના 200થી વધુ બાળકોએ લાભ લીધેલ હતો.

 

(5:45 pm IST)