Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

મ.ન.પા.માં જુદી જુદી ચાર કેડરોમાં ૯ જગ્યા માટે અ..ધ..ધ...૩૯૨૦ ઉમેદવારો કાલે પરીક્ષા આપશે

વર્ક આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ મેનેજર, ઈન્સેકટ કલેકટર, નાયબ કાર્યપાલક ઈજનેરની જગ્યા માટે લેખીત પરીક્ષા

રાજકોટ, તા. ૨૮ :. મ્યુ. કોર્પોરેશનમાં જુદી જુદી ૪ કેડરમાં ૯ જગ્યાની ભરતી માટે તંત્ર દ્વારા આવતીકાલે તા. ૨૯ને રવિવારે જુદા જુદા પાંચ સ્થળોએ લેખીત પરીક્ષાનું આયોજન કરાયુ છે. જેમાં અધ...ધ... ૩૯૨૦ જેટલા ઉમેદવારો બેસવાના છે.

જેમાં એચ.એચ. શુકલા કોલેજ (ભીચરી) ખાતે વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા માટે ૫૧૨, આસિ. મેનેજર માટે ૪૮૦, ઈન્સેકટ કલેકટર માટે ૨૨૪ તથા નાયબ કાર્યપાલક ઈજનેર માટે ૨૦૮ ઉમેદવારો પરીક્ષા આપશે.

જ્યારે શુકલા કોલેજ વૈશાલીનગરમાં વર્ક આસિસ્ટન્ટના ૧૧૨, આસિ. મેનેજરના ૧૧૨, ઈન્સેકટ કલેકટરના ૧૧૨ અને નાયબ કાર્યપાલક ઈજનેરના ૧૧૨ ઉમેદવારો પરીક્ષા આપશે.

તેમજ આજ કોલેજના બીજા વિભાગમાં વર્ક આસિ.ના ૧૯૨, આસિ. મેનેજરના ૧૬૦, ઈન્સેકટ કલેકટરના ૧૮૩ તથા નાયબ ઈજનેરના ૧૮૨ ઉમેદવારો પરીક્ષા આપશે.

જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કન્વેશનલ સેન્ટરમાં વર્ક આસિ.ના ૭૩૬ તથા આસિ. મેનેજરના ૧૨૨ ઉમેદવારો પરીક્ષા ઉપરાંત કણકોટ લાભુભાઈ ત્રિવેદી કોલેજમાં માત્ર વર્ક આસિસ્ટન્ટના ૪૭૩ ઉમેદવારોની જ પરીક્ષા લેવાશે.

આમ કાલે માત્ર ૯ જગ્યા માટે ૩૯૨૦ ઉમેદવારો લેખીત પરીક્ષા આપશે.

(3:17 pm IST)