Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

રવિવારે કેશુબાપાની માસિક પુણ્યતિથિઃ સોમનાથમાં રકતદાન કેમ્પનું આયોજન

હમીરજી ગોહિલ ટ્રસ્ટ અને શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપ આયોજીત આ કેમ્પમાં સિવિલના તબીબો સેવા આપશે

રાજકોટઃ સિવીલ હોસ્પિલના થેલેસેમીયાગ્રસ્ત બાળકો, કિડની- કેન્સરના દર્દીઓ તથા જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તે હેતુથી તા.૨૬ને રવિવારે, સવારે ૧૦ થી ૫, હમીરજી ગોહિલ સર્કલ, લિલાવતી ભવન સામે, સોમનાથ ખાતે, હમીરજી ગોહિલ સ્મારક ટ્રસ્ટ અને શ્રીમદ્દ રાજચંદ્ર સેવાગ્રુપના સંયુકત ઉપક્રમે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

સોમનાથ તીર્થક્ષેત્રના વિકાસના સ્વપ્નદ્રષ્ટા અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન એવા સોરઠના પનોતા પુત્ર સ્વ.કેશુભાઈ પટેલની પ્રથમ માસીક પુણ્યતિથી નિમિતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં હમીરજી ગોહિલ સ્મારક ટ્રસ્ટના સુરૂભા જાડેજા, મિલનભાઈ જોષી, મહેન્દ્રસિંહ વાળા તથા શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણી (મો.૯૪૨૮૨ ૦૦૬૬૦), વૈભવ વખારીયા, જીગ્નેશ શાહ તથા સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના એમ.ડી. પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ્ સેવા આપશે. તો સર્વેને બહોળી સંખ્યામાં રકતદાન કરવા વિનંતી કરાઈ છે.

(11:49 am IST)