Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

જંગલેશ્વર પાસે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી અબ્બાસ પર હુમલો

કાળીયો, સોહીલ ઉર્ફે ભાણુ, સોહીલનો ભાઇ તથા સામાપક્ષે ટીપુ ઉર્ફે હનીસીંગ, ભોલો અને ધનીશ સામે ગુનો નોંધાયો

રાજકોટ, તા. ર૮ : શહેરના જંગલેશ્વર મેઇન રોડ ભવાની ચોક પાસે અગાઉ થયેલી માથાકૂટ બાબતે છ શખ્સો વચ્ચે બઘડાટી બોલતા સામસામી ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભવાની ચોક અંકુર સોસાયટી શેરી નં.રમાં રહેતો અબ્બાસ અલીભાઇ મકરાણી (ઉ.વ.રપ), ગઇકાલે જંગલેશ્વર મેઇન રોડ સ્ટાર પાન પાસે હતો ત્યારે આસીફ સંધી ઉર્ફે આમદનો કાળીયો, સોહીલ ઉર્ફે ભાણુ અને સોહીલનો ભાઇ કાળો નામના શખ્સોએ આવી અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી કુહાડી વડે હુમલો છરી પગમાં ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ થઇ છે.

જયારે સામા પક્ષે જંગલેશ્વર સામે લેઉવા પટેલ સોસાયટીમાં રહેતો નીઝામ જુસબભાઇ સમા (ઉ.વ.ર૭) રાત્રે ભવાની ચોક પાસે પાનની દુકાન પાસે હતો ત્યારે ટીપુ ઉર્ફે હનીસીંગ મકરાણા, ભોલો મકરાણી અને ધનીશ મકરાણીએ આવી છરી વડે હુમલો કરી ડાબા હાથના પંજા પર ઇજા કરી ઢીકાપાટુનો માર માર્યાની ફરીયાદ નોંધાવતા ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ સાકળીયા અને હેડ કોન્સ. રસીકભાઇએ તપાસ આદરી છે.

(4:10 pm IST)