Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

ખનીજ ચોરી અંગે રોયલ્ટી ઇન્સ્પેકટરની ફરજમાં રૂકાવટ અંગે આરોપીના જામીન મંજુર

રાજકોટ તા.૨૮: સુરેન્દ્રનગરના ધીરૂભાઇ જવેરભાઇ સોમાણી સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો.કલમ-૩૭૯-૧૮૬-૫૦૪ તથા માઇન્સ  એન્ડ મીનરલ એકટની કલમ-૪ (૧),૪(૧)એ, તથા ગુજરાત ખનીજ નીયમો અન્વયે મુજબની ફરીયાદ થતા પોલીસ દ્વારા તેની અટકાયત કરી જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલતા આરોપીએ સેશન્સ કોર્ટમા જમીન પર છુટવા માટે એડવોકેટ સ્તવન મહેતા મારફત અરજી કરેલ હતી જે અરજી સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ.

આ કેસની હકીકત એવી છે કે ભુસ્તકવિજ્ઞાન અને ખનીજ ખાતુ જીલ્લા કચેરી રાજકોટમા રોયલ્ટી ઇન્સ્પેકટર તરીકે ફરક બજાવતા સંજયકુમાર સુંદરજીભાઇ બારૈયાએ તેમની સાથે નોકરી કરતા માઇન સુપરવાઇઝર, કલાર્ક, સર્વેયર, ડ્રાઇવર તથા સીકીયોરીટી ગાર્ડ સાથે યુવરાજનગર પાસે, હાઇવે રીંગ રોડ પર આવેલ પેટ્રોલ પંપએ તા.૩-૬-૨૦૧૯ના રોજ તપાસ કરતા ૧૪ જેટલા ટ્રકો તેમજ વાહનો પાસે રોયલ્ટીના કોઇ આધાર પુરાવા ન હોય જેથી ટ્રક ડ્રાઇવરોને ઉભા રાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ ત્યારે ટ્રક ડ્રાઇવરો દ્વારા ફરીયાદીને તેમની કાયદેરસની ફરજ બજાવતા અટકાવી ફરજમા રૂકાવટ કરી ગાળો આપી મુક આરોપીઓઓ પોતાના ટ્રકમા ભરેલ અનઅધિકૃત ખનીજ ચોરીથી મેળવેલ સાદી રેતી રોડ પર ઠલવી દઇ ભાગવાની કોશીશ કરતા થોરાળા પોલીસ સ્ટેશનમા આરોપીઓ સામે ફોજદારી ફરીયાદ થયેલ હતી.

બંન્ને પક્ષોના લંબાણ પુર્વક સાંભળયા બાદ સેશન્સ જજ એવા નીર્ષ્કષ પર આવેલ હતા કે આરોપી સામે કોઇજ પ્રત્યક્ષ પુરાવો હોય નહી અને તપાસ ચાલુ હોય જેથી ટ્રાયલ ચાલુ થવામા હજી ઘણો સમય લાગશે જેથી શરતોને આધીન આરોપીને જામીન પર મુકત કરેલ. આ કામમા આરોપી વતી ધારાશાસ્ત્રી સ્તવન મહેતા, કૃષ્ણ પટેલ તથા બ્રિજેશ ચૌહાણ રોકાયેલ હતા.

(3:40 pm IST)