Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

જંગલેશ્વરની ધબધબાટીમાં બંને પક્ષના ૯ શખ્સોની ધરપકડઃ આકરી પુછપરછ

ભકિતનગર પોલીસે કાર્યવાહી કરીઃ બીજા આરોપીઓની શોધખોળ

રાજકોટ તા. ૨૮: જંગલેશ્વરમાં મંગળવારે રાત્રે બે ટાબરીયાને ઉર્ષના ડી.જે.માં ડાન્સ કરવા બાબતે ચડભડ થયા બાદ તેના વડિલો સામ-સામે આવી જતાં જૂથ અથડામણ થઇ હતી. જેમાં ભકિતનગર પોલીસે સામ-સામે હત્યાની કોશિષ અને રાયોટીંગના બે ગુના ૨૦ જેટલા શખ્સો સામે દાખલ કર્યા હતાં. આ બંને ગુનામાં ૯ શખસોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે.

તન્વીર ઉર્ફ તનીયો રફિકભાઇ શીશાંગીયા (મેમણ) (ઉ.૩૭)એ નોંધાવેલી ફરિયાદમાં પોલીસે અંજુમ ઇસ્માઇલભાઇ ધાડા (ઉ.૩૬-રહે. દેવપરા નિલમ પાર્ક સોસાયટી), અંજુમ ઇસ્માઇલભાઇ ખિયાણી (ઉ.૪૯-રહે. જંગલેશ્વર-૯/૧૩, નુરાની ચોક), રફિક યુસુફભાઇ જૂણેજા (ઉ.૩૫-રહે. જંગલેશ્વર-૭, હુશેની ચોક), શાહજહાં ઉર્ફ ગોટીયો સુલેમાનભાઇ વિશર (ઉ.૨૫-રહે. જંગલેશ્વર-૧૧, કનૈયા ચોક) તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરની ધરપકડ કરી છે.

જ્યારે સમીર ઉર્ફ સંજલો જાવીદભાઇ જૂણેજા (ઉ.૩૨)એ નોંધાવેલી ફરિયાદ અંતર્ગત  ઇરફાન સતારભાઇ નાથાણી (ઉ.૩૨-રહે. બુધ્ધનગર-૭, જંગલેશ્વર ત્રણ માળીયા પાસે), મોહસીન ઉર્ફ મોગલી ઇકબાલભાઇ જૂણેજા (ઉ.૨૬-રહે. જંગલેશ્વર-૧૦), શબ્બીર ઉર્ફ શબલો ગુલાબભાઇ શીશાંગીયા (ઉ.૨૬-રહે. એકતા કોલોની-૨) તથા ગફાર રફિકભાઇ બકાલી (ઉ.૨૮-રહે. જંગલેશ્વર-૪)ની ધરપકડ કરવામાં આવી છે.

ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલે બે ગંભીર ગુનામાં આરોપીઓને ઝડપથી શોધી કાઢવા સુચના આપી હોઇ પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, એએસઆઇ જયુભા પરમાર, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, હિરેનભાઇ પરમાર, રણજીતસિંહ પઢારીયા, વિક્રમભાઇ ગમારા, સલિમભાઇ મકરાણી, ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, રાજેશભાઇ ગઢવી, મયુરસિંહ પરમાર અને રવિભાઇ પટગીરે આરોપીઓની ધરપકડ કરી હતી. તન્વીર અને સમીરના છોકરાઓ વચ્ચે ડી.જે.માં ડાન્સ કરતી વખતે થયેલી ચડભડ માથાકુટ બાદ તન્વીર અને સમીરના જૂથ સામ-સામે આવી ગયા હતાં અને સશસ્ત્ર હુમલા થયા હતાં.

(3:33 pm IST)