Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને પાંચ લાખનું વળતર ચુકવવા હુકમઃ આરોપી જેલહવાલે

રાજકોટ તા. ર૮: ચેક રિટર્ન કેસમાં અદાલતે આરોપી જીતેન્દ્ર અશોક ઝીંઝુવાડીયાને એક વર્ષની સજા અને પાંચ લાખનું વળતર ચુકવવા તેમજ વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.

રાજકોટના સંતકબિર રોડ ગઢીયા નગરના રહેવાસી ચિરાગભાઇ મીઠાભાઇ લીંબાસીયા અને બેડીનાકા શ્રીનાથજી એપાર્ટમેન્ટ, નકલંક ચોક, ફલેટ નં. ૩૦૩, રાજકોટના રહેવાસી જીતેન્દ્રભાઇ અશોકભાઇ ઝીંઝુવાડીયા બન્ને મિત્ર થતા હોય જે મિત્રના દાવે જીતેન્દ્ર અશોકભાઇને પોતાના ધંધા રકમની જરૂરીયાત હોવાથી હાથ ઉછીની રકમ મીત્રતા દાવે ૩ માસ પુરતા હાથ ઉછીની રકમ રૂ. પ,૦૦,૦૦૦-૦૦ પાંચ લાખ પુરા વગર વ્યાજે સબંધના દાવે ઉછીના આપેલ હતા.

આ રકમની ઉઘરાણી કરતા આરોપી જીતેન્દ્ર અશોકભાઇ ઝીંઝુવાડીયા એ રૂ. પ/- લાખ પુરાનો બેંક રાજકોટ નાગરીક બેંક રાજકોટ શાખાનો ચેક આપેલ હતો. ફરીયાદી ચીરાગભાઇ મીઠાભાઇ લીંબાસીયા એ ચેક સ્વીકારીને પોતાના ખાતામાં વટાવવા નાખતા જે ચેક રીર્ટન થયેલ હતો.

ફરીયાદના સદરહું ગુના અંગે આરોપીને સજા કરવા તેમજ વળતર અપાવવા માટે રજુઆત કરેલ. આરોપી વિરૂધ્ધનો ગુનો આર્થિક વ્યવહારને લગતો છે. આર્થિક વ્યવહાર તે કોઇપણ દેશની અર્થ વ્યવસ્થા માટે જીવન રેખા સમાન છે આરોપીને પ્રોબેસન ઓફ ઓફેન્ડર્સ એકટ ૧૯પ૮નો લાભ આપવાથી સમાજમાં આ પ્રકારનો ગુનો કરનારને ઉતેજના મળે છે અને તેની વિપરીત અસર દેશની અર્થ વ્યવસ્થાને થાય માટે આરોપી જીતેન્દ્રભાઇ અશોકભાઇ ઝીંઝુવાડીયા ને રાજકોટ એડી. ચીફ જયુ. મેજી. (૧) વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે. તથા ચેકની રકમ પ,૦૦,૦૦૦-૦૦ પાંચ લાખ પુરા ફરીયાદીને વળતર તરીકે ચુકવી આપવાના હુકમ ફરમાવેલ છે જો ચેક મુજબની રકમ ન ચુકવે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આરોપીની સામે સજાનું ધરપકડ વોરંટથી એ ડીવી. પોલીસ સ્ટેશનના અધિકારી આરોપીને પકડી કોર્ટ હવાલે કરતા કોર્ટ આરોપીને રાજકોટ જીલ્લા જેલ હવાલે કરેલ હતો.

ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ શ્રી સંજય એચ. પંડયા તેમજ મનિષ એચ. પંડયા તેમજ નિલેષ ગણાત્રા, રવિ ધ્રુવ, ઇરશાદ શેરસીયા, ભૂપેન્દ્રસિંહ જાડેજા તથા વિજયસિંહ જાડેજા, જયદેવસિંહ ચૌહાણ રોકાયેલ હતા.

(3:31 pm IST)