Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

ગ્રીનલેન્ડ ચોકડી પાસે દેવીપૂજક વૃધ્ધ કરમશીભાઇને દિકરા કલ્પેશે ઘુસ્તાવ્યા

પત્નિ સાથે કપડા ધોવા બાબતે ડખ્ખો થતાં પુત્ર ઉશ્કેરાયો

રાજકોટ તા. ૨૮: કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગેબનશાહ પીરની દરગાહ પાસે રહેતાં અને છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં કરમશીભાઇ બચુભાઇ દેલવાડીયા (ઉ.૬૫) નામના દેવીપૂજક વૃધ્ધને રાત્રે સાડા નવેક વાગ્યે ઘરે તેના પુત્ર કલ્પેશે ઢીકા-પાટુનો માર મારી ગળાચીપ દાબી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

કરમશીભાઇના કહેવા મુજબ તે રાત્રે  મજૂરી કરી ઘરે પહોંચ્યા ત્યારે પત્નિ જસુબેનને કપડા ધોઇ આપવાનું કહેતાં બોલાચાલી થતાં  પુત્ર કલ્પેશે તેની માનું ઉપરાણુ લઇ મારકુટ કરી હતી. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:45 pm IST)