Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

ન્યુ સુભાષનગરના તુષાર કડીયાને થોરાળામાં મિત્ર અજલાએ માર માર્યો

પૈસાની વ્યવસ્થા કરવાનું કહેતાં ના પાડતાં માથાકુટ

રાજકોટ તા. ૨૮: કોઠારીયા રોડ પર ન્યુ સુભાષનગરમાં રહેતાં તુષાર અશ્વિનભાઇ મારૂ (ઉ.૨૯) નામના કડીયા યુવાનને સાંજે થોરાળા-૬માં રહેતાં તેના જ મિત્ર અજલો વણકર તથા તેની સાથેના શખ્સોએ પ્લાસ્ટીકના ધોકાથી માર મારતાં સારવાર માટે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને ધર્મેશભાઇએ થોરાળા પોલીસને જાણ કરી હતી.  અર્જુનના કહેવા મુજબ પોતે છુટક મજૂરી કરે છે. ઘરમાં પોતાને માથાકુટ થતાં થોડા દિવસથી તે બહાર સુઇ રહેતો હતો. બાદમાં મિત્ર અજલાએ પોતાને ત્યાં સુવા આવવાનું કહેતાં ચાર-પાંચ દિવસથી ત્યાં સુતો હતો. ગત સાંજે અજલાએ રૂ. દસ હજારની વ્યવસ્થા કરી દેવાનું કહેતાં પોતાની પાસે પૈસા ન હોઇ ના પાડતાં ડખ્ખો કરી માર માર્યો હતો. અર્જુનની આ કેફીયત પરથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:45 pm IST)