Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

અવધ સોસાયટી વિસ્તારમાં ડામરકામનો પ્રારંભ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૩માં ''અવધ સોસાયટી'' લોકમાન્ય તિલક ટાઉનશીપ અને ''સુભાષચંદ્ર બોઝ'' ટાઉનશીપનાં મુખ્ય રોડથી બંન્ને બાજુના ટી.પી. રોડ સાથે જોડતાં મુખ્ય રોડમાં આજે ડામરકામનો પ્રારંભ વિસ્તારનાં કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દિલીપભાઇ આસવાણી અને ગીતાબેન પુરબીયા, કોંગ્રેસના આગેવાન અશોકસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વિસ્તારના આગેવાન રાજીબેન રાઠોડનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે વિસ્તારના આગેવાનો રવિભાઇ રાઠોડ, શનિભાઇ, ભાવેશભાઇ, સંજયભાઇ, વાલજીભાઇ, ભરતભાઇ, જેઠવા, બકુલભાઇ, જેઠવા, ઇમરાનભાઇ, ઇરસાદભાઇ, હેરભાભાઇ,ચક્રવર્તીભાઇ, મહિલા આગેવાનો રાજીબેન રાઠોડ, નીમબેન, શોભનાબેન, ભાનુબેન, કાંન્તાબેન, રીંંકુબેન, ટીકુબેન, વિજયાબેન જેઠવા, હંસાબેન બારૈયા, જયોત્સનાબેન તેમજ નયનાબેન, જયશ્રીબેન વિગેરે ઉપસ્થિત રહી ઢોલનગારા સાથે કોર્પોરેટરશ્રીઓનું સ્વાગત કર્યું હતું.(૧.૨૫)

(3:11 pm IST)