Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

સીંગતેલમાં ૩૦-કપાસીયા તેલમાં ૧પ રૂ. ઘટયા

ઉંચા મથાળે લેવાલી ઘટતા ભાવો તૂટયાઃ સીંગતેલ નવા ટીનના ભાવ ઘટીને ર૩૧૦-ર૩૩૦ રૂ. અને કપાસીયા ટીનના ભાવ ૧પ૮પ-૧૬ર૩ રૂ. થયા

રાજકોટ તા. ર૮ : સીંગતેલ અને કપાસીયાતેલના ભાવો આસમાને પહોંચ્યા બાદ ઉંચા મથાળે ઘરાકી ઘટતા ભાવો તૂટયા હતા સીંગતેલમાં એક જ ઝાટકે ૩૦ રૂ. અને કપાસીયા તેલમાં ૧પ રૂ.નો ઘટાડો નોંધાયો હતો.

સ્થાનીક બજારમાં સીંગતેલમાં ઉંચા મથાળે લેવાલી ઘટતા સીંગતેલના ભાવોમાં આજે બપોર સુધી ૩૦ રૂ.નો ઘટાડો નોંધાયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા)ના ભાવ ૧૪૦૦ રૂ. હતા. તે સડસડાટ ઘટીને ૧૩૭પ રૂ. થઇ ગયા હતા જયારે સીંગતેલ નવા ટીનના ભાવ ર૩૪૦ થી ર૩૬૦ રૂ.હતા. તે ઘટીને ર૩૧૦થી ર૩૩૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧પ રૂ. ઘટયા હતા કપાસીયા તેલ લુઝના ભાવ ૯૪૦ રૂ. હતા તે ઘટીને ૯રપ રૂ. અને કપાસીયા ટીનના ભાવ ૧૬૦૦ થી ૧૬૪૦ રૂ. હતા તે ઘટીને ૧પ૮પ ની ૧૬રપ રૂ. થઇ  ગયા હતા.સીંગતેલ અને કપાસીયા તેલમાં સટ્ટાકીય તેજીના પગલે બન્ને ખાદ્યતેલોના ભાવો આસમાને પહોચ્યા બાદ આજે પ્રથમવાર ઘટાડો નોંધાયો હતો.

(3:40 pm IST)