Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

નરેશ કનોડીયા રાજકોટમાં એક મહિનો રોકાયેલા : સંસ્મરણો તાજા કરતાં બિપીન રૂઘાણી

રાજકોટઃ ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકાર નરેશ કનોડીયાનું ગઈકાલે દુઃખદ નિધન થયું છે. તેઓની સાથેના સંસ્મરણો વાગોડતા બિપીનભાઈ રૂઘાણી જણાવે છે કે મેં સ્વ.નરેશ કનોડીયા સાથે આશરે પાંચેક વર્ષ પહેલા ગુજરાતી ફિલ્મ 'ઢોલી તારો ઢોલ વાગે'નું શુટીંગ કરેલું. જેનું શુટીંગ રાજકોટમાં થયું હતું. ફિલ્મમાં બિપીનભાઈએ ઠાકુર વિક્રમસિંહનું પાત્ર ભજવેલું.

ગોવિંદભાઈ પટેલ પ્રસ્તુત (રિલાયન્સ ગ્રુપ)ના તેઓ મહેમાન બન્યા હતા. બસંત બહારમાં લગભગ એકથી દોઢ મહિનો ફિલ્મનું શુટીંગ ચાલુ રહ્યું હતું. તેઓ કહે છે કે આ સમયગાળામાં મારી અને સ્વ.નરેશ કનોડીયા સાથે મિત્રતા બંધાઈ ગઈ હતી. તેઓને રાજકોટ શહેરમાં ફરવાલાયક સ્થળોએ પણ લઈ ગયો હતો. તસ્વીરમાં સ્વ.નરેશ કનોડીયા, બિપીન રૂઘાણી અને ફિરોઝ ઈરાની નજરે પડે છે.

(3:39 pm IST)