Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

દારૂની હેરફેરના કેસમાં હાઇકોર્ટ દ્વારા આરોપીની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ તા. ર૮ : દારૂના જથ્થાની હેરફેરના ગુનામાં આરોપીના આગોતરા જામીન મંજુર કરવાનો હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટના ડી.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે કરવામાં આવેલ રેડ બાદ મળેલ દારૂના જથ્થાના આરોપીને આગોતરા જામીન ઉપર છોડવા કોર્ટએ હુકમ કરેલ છે.

ફરીયાદની વિગતો મુજબ રાજકોટના ડી.સી.બી.પોલીસ સ્ટેશનના તા.૧/ર/૧૯ ના રોજ બપોરના ૪ કલાકે રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા-ફરતા ૮૦ ફુટના રોડ, પટેલનગર ખાતે આવતા અમુક પોલીસ કર્મીને ખાનગી રાહે માહિતી મળેલ પટેલનગર, શેરી નં. ૮માં સફેદ એસ.એકસ. ફોર તથા સેન્ટ્રોકારમાં ઇંગ્લીશ દારૂની ૪ ઇસમો કટીંગ કરી રહ્યા છે. જે માહિતી મળતા સાંજના પ કલાકે સ્થળ પર પહોંચતા પટેલનગર, શેરી નં. ૮માં પહોંચતા દેવીકૃપા મશીન ટુલ્સની સામે એસ.એકસ. ફોરમાંથી સેન્ટ્રો કારમાં પુઠાની પેટીમાં ભરેલો દારૂ ફેરવવામાં આવતો હતો. ડ્રાઇવીંગ સીટ ઉપર બેસેલા શખ્સો ભાગી ગયેલ અને અન્ય બે હાજર આરોપીઓ પ્રકાશ જાદવ, રૈયાધાર, રાજકોટ તથા આનંદ પરમાર, રૈયાધાર, રાજકોટના ઝડપાઇ ગયેલ જે આરોપીઓ પસો દારૂ રાખવા તથા હેરફેર કરવા માટેની પાસે પરમીટ ન હતી અને બંને કારની તપાસ કરતા સેન્ટ્રોલ કારમાંથી ૬૦ નંગ વીસકીની બોટલ તથા એસ.એકસ ફોર કારમાં ૧પ૬ નંગ વિદેશી દારૂ મળી આવેલ. જેથી ડી.સી.બી.પોલીસ સ્ટેશનના અધિકારીએ આરોપીઓ સામે પ્રોહિબીશન એકટની કલમ-૬પ (ઇ), ૧૧૬(બી.) ૮૧.૯૮ (ર) વિગેરે અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

આરોપી રમણીકભાઇ મનસુખભાઇ પરમાર, ઠે. કાલાવડ રોડ, રાજકોટનો રાજકોટ જિલ્લા અદાલતમાં આગોતરા જામીન અરજી કરેલ જે સેસન્સ જજ એ નામંજુર થતા હાઇકોર્ટમાં અરજી કરેલ હતી.

ગુજરાત હાઇકોર્ટએ અરજદાર વતી બ્રિજ વિકાસ શેઠની  દલીલ ધ્યાને લઇ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ અને સિદ્ધાંતો અનુસરી અરજદારની આગોતરા જમીનની અરજી શરતોને આધિન મંજુર કરેલ હતી.

આ કામમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં બ્રિજ વિકાસ શેઠ દ્વારા રજુઆત કરવામાં આવેલ અને બ્રિફીંગ એડવોકેટ તરીકે ભાવેશ બાંભવા રોકાયેલ હતા.

(3:13 pm IST)