Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

મારી નહી તો કોઇની નહી, સગાઇ પણ બીજે થવા નહી દઉ કહી જયદીપ સગીરાને ભગાડી ગયો

ન્યુ મહાવીરનગરના જયદીપ વાડોલીયા સામે અપહરણનો ગુનો

રાજકોટ, તા.૨૮: શહેરના સાધુવાસવાણી રોડ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ન્યુ મહાવીરનગરનો શખ્સ ભગાડી જતા યુનિર્વસિટી પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ વિસ્તારમાં રહેતી મહિલાએ યુનિર્વસિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે પોતાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જેમાં મોટી દીકરી ૧૭ વર્ષની છે તે ધોરણ-૧૦ સુધી અભ્યાસ કરેલ છે. એક વર્ષ પહેલા મોટી દીકરી પોતાના મોબાઇલ ફોનમાંથી કોઇને ફોન કરતી હોવાની જાણ થતા પોતે તેને આ બાબતે પૂછતા તે ગાંધીગ્રામ ન્યુ મહાવીરનગર-૩માં રહેતો જયદીપ ધનજીભાઇ વાડોલીયા સાથે વાતચીત કરતી હોવાની હોવાની ખબર પડી હતી. અને તે શખ્સ અવારનવાર પોતાની દીકરી સાથે વાતચીત કરતો હતો. પોતે પોતાની દીકરીને સમજાવતા તે સમજી ગઇ હતી અને આ જયદીપ સાથે પોતે હવે કોઇ સંબંધ રાખશે નહી તેમ જણાવ્યુ હતું. તા.૧૩ના રોજ પોતે બજારમાં કામ હોવાથી ગયા હતા અને મોટી દીકરી ઘરે એકલી હતી. બાદ રાત્રે પોતે ઘરે આવ્યા ત્યારે દીકરી ઘરમાં જોવા ન મળતા આસપાસ અને સગાસંબંધીને ત્યાં તપાસ કરતા સગીરા ત્યાં ન હોવાનું જાણવા મળ્યુ હતું. અને પોતાની દીકરીને પોતાના સમાજના યુવક સાથે સગાઇ કરવાની હોવાથી તા.૧૨ના રોજ પોતાને આ જયદીપ વાડોલીયા સાથે વાત થયેલ કે તારે મારી દીકરી સાથે પ્રેમસંબંધ હતો તે હવે ભુલી જા અમારે તેની સગાઇ કરવાની છે. તેમ કહેતા જયદીપ વાડોલીયાએ કહેલ કે, 'મારી નહી તો કોઇની નહી હું તેની સગાઇ બીજે થવા નહી દઉ! તેમ વાત થઇ હતી જેથી પોતે તપાસ કરતા સગીરાને આ જયદીપ વાડોલીયા ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યુ હતું. બાદ પોતે યુનિર્વસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જયદીપ વાડોલીયા સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ની કલમ હેઠળ ગુનો નોંધી પી.આઇ.એે.એસ.ચાવડા તથા રાઇટર ગીરીરાજસિંહ અને લક્ષ્મણભાઇએ તપાસ હાથ ધરી છે.

તરૂણીને દીપ્તીનગરનો શખ્સ ભગાડી ગયો

ભકિતનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની સગીરા પરમ દિવસે તેની માતાને 'મોલમાંથી ચોકલેટ વેફર લઇ આવુ છું' કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા પરિવારજનોએ તપાસ કરતા તેનો પતો ન લાગતા સગીરાના પિતાએ મોલના સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં બાઇક પર એક યુવક નજરે પડયો હતો. જેની પાછળ તેની પુત્રી બેસીને જતી રહ્યાનું જોવામાં આવ્યુ હતું.

ત્યારબાદ બાઇકસવાર યુવક અંગે તપાસ કરતા આ યુવક ચીરાગ ઘનશ્યામભાઇ વણોલ (રહે. દીપ્તીનગર મેઇન રોડ બગીચા સામે) હોવાનું જાણવા મળ્યુ હતું. બાદ સગીરાના પિતાએ ભકિતનગર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે દીપ્તીનગરના ચીરાગ ઘનશ્યામભાઇ વણોલ વિરૂધ્ધ અપહરણની  કલમ હેઠળ ગુનો દાખલ કરી પીઆઇ જે.ડી.ઝાલા તથા રાઇટર નીલેશભાઇ મકવાણા અને ઘનશ્યામભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:12 pm IST)
  • જપ્ત કરેલા ટ્રેઈલરોની ચોરી કરી વહેંચી મારવા સબબ 'ઈડી'ના ટોચના અધિકારીઓ સહિત ૫ની ધરપકડઃ સુરતની એક પેઢી પાસેથી દરોડા દરમિયાન કબ્જે કરવામાં આવેલ 'ટ્રેઈલરો'ની ચોરી કરી વહેંચી નાખવાના પ્રયાસો સબબ એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી)ના ડેપ્યુટી ડાયરેકટર સહિત ૫ની ધરપકડ કરવામાં આવી છે : તેમાંથી મુંબઈના ઈડીના એક બાતમીદાર સહિત ૩ લોકોનો સમાવેશ થાય છે જેમને સુરતની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે જયારે 'ઈડી'ના વધુ બે ઓફીસરોની ધરપકડ હજુ બાકી છે access_time 12:40 pm IST

  • દિલ્હીની તમામ શાળાઓ અનિશ્ચિત સમય માટે બંધ: કોરોના ફરી ભભૂકયો દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે, દિલ્હીની તમામ શાળાઓ આગામી આદેશો સુધી બંધ રહેશે. આમ દિલ્હીની તમામ શાળાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવી છે. દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે આ આદેશ લેવામાં આવ્યો છે access_time 12:31 pm IST

  • ' પહેલે મતદાન ફિર જલપાન ' : બે ગજનું અંતર રાખો , માસ્ક પહેરો ,કોવિદ -19 ના નિયમોનું પાલન કરો : બિહાર ધારાસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં આજ 71 બેઠકો ઉપર મતદાન નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ટ્વીટ access_time 11:47 am IST