Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

વાડીમાંથી બળદને ભગાડવા પાછળ દોડ્યાને ડમ્પર માથે ફરિવળ્યુ : ડાયાભાઇ પરમારનું મોત

કુવાડવાના ગુંદાગામ પાસે બનાવ : આધેડના મૃત્યુથી પરિવારમાં આક્રંદ

રાજકોટ,તા. ૨૮: કુવાડવાના ગુંદાગામ પાસે વાડીમાં ઘૂસી ગયેલા બળદને ભગાડવા માટે આધેડ પાછળ દોડીને રોડ ક્રોસ કરવા જતા ડમ્પર ચાલકે હડફેટે લેતા આધેડનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મહિસાગર જીલ્લાના ધનેલા ગામના વતની હાલ કુવાડવાના તરધડીયા ગામમાં રહેતા ડાયાભાઇ જોરાભાઇ પરમાર (ઉવ.૪૫) ગુંદાગામ નજીક આવેલી વાડીની રખેવાડી કરતા હોય, તેથી ગઇ કાલે વાડીને ત્યારે વાડીમાં બળદ ઘૂસી ગયો હતો. ડાયાભાઇ જોઇ જતા તેને ભગાડવા માટે તેઓ લાકડી લઇ પાછળ બળદ રોડ ક્રોસ કરી ગયો અને ડાયાભાઇ રો ક્રોસ કરવા જતા જીજે-૩એઝેડ૫૦૭૭ નંબરના ડમ્પરના ચાલકે હડફેટે લેતા કમર અને માથું છૂદાઇ જતા ડાયાભાઇનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બનાવ બનતા ચાલક ડમ્પર રેઢુ મુકી ભાગી ગયો હતોફ બનાવના પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને વાડીની બાજુમાં બાંધકામની સાઇટ ધરાવતા કોન્ટ્રકટર ભુપતભાઇ લક્ષ્મણભાઇ સિંધવ પણ દોડી આવ્યા હતા. બાદ ડાયાભાઇના સગાસંબંધી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ જે.કે. પાંડાવદરા સહિતે સ્થળ પર પહોંચી ડમ્પરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:09 pm IST)