Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

રાજ્ય સરકારનો આભાર માને છે બિહારના અરૂણસિંગ

શહેરમાં રોજગારી માટે એકલા વસવાટ કરતાં કારીગરોનું આત્મીયતાથી ધ્યાન રાખતું સમરસ કોવિડ કેર સેન્ટર

રાજકોટ,તા. ૨૮: રાજય સરકારે કોરોનાના કાળમાં ગુજરાતમાં વસતા પ્રત્યેક વર્ગના લોકોની સમસ્યા - મુશ્કેલીઓનું ધ્યાન રાખ્યું છે. જેમાંનો એક વર્ગ એટલે પોતાનું વતન છોડીને ગુજરાતમાં રોજગારી અર્થે આવેલો શ્રમિક વર્ગ. જનસામાન્યની પીડાને પોતાની પીડા સમજીને રાજય સરકારે તેમના સ્વાસ્થ્ય અને કલ્યાણ અર્થે મહત્વના નિર્ણયો લીધા છે. લોકડાઉનમાં પણ તેઓને તેમના વતને પહોંચાડીને તેમના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું. જેમાંથી આજે ઘણા ખરાં શ્રમિકો રોજી રોટી અર્થે પુનઃ  ગુજરાતમાં આવ્યા છે. તેવા સમયમાં પણ રાજય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર કોરોનાથી સંક્રમિત થતાં મજુરોના સ્વાસ્થ્ય અંગે સંનિષ્ઠતાપૂર્વક કામ કરી રહી છે. સરકાર અને તંત્રના આવા દરેક કાર્યોનો આભાર માન્યો છે બિહારના અરૂણ સિંઘે.

સમરસમાં મળેલી સારવાર અંગે પ્રતિભાવ આપતાં તેમણે જણાવ્યું હતું કે, ' કોવીડ કેર સેન્ટરના આરોગ્ય કર્મીઓએ ખુબ સારી સારવાર આપી રહ્યા છેહું સામાન્ય દિવસોમાં પણ નથી જમતો તેવું ભોજન મને સારવાર દરમિયાન મળ્યું છે. તે બદલ હું સરકારનો આભાર માનું છું. તેઓએ દરેક વર્ગનું ધ્યાન રાખ્યું છે. આજે હું એકદમ સ્વસ્થ છું અને ફરી કામે લાગી ગયો છું.'

(12:50 pm IST)