Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

રાજકોટમાં દિવાળીના પ્રસંગે પરિવારજનો સાથે લક્ષ્મી – શારદા - ચોપડા પૂજન કરી ઉજવણી કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

ગરેડીયાકુવા રોડ વિસ્તારના વેપારીઓએ મુખ્યમંત્રીને આવકાર્યા

રાજકોટ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દિવાળી પર્વએ રાજકોટના ગરેડિયા કુવા રોડ ખાતે તેમના કુટુંબીજનો સાથે રમણિકલાલ એન્ડ સન્સ પેઢી ખાતે લક્ષ્મી –શારદા ચોપડા પૂજન કર્યુ હતું. મુખ્યમંત્રીએ પરિવારજનો અને મિત્રોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી  મુખ્યમંત્રીના ભાઇ લલિતભાઇ બેરીંગ ટ્રેડીંગના વેપારી હોય ભૂતકાળમાં મુખ્યમંત્રી પણ અહીં તેમના પિતા રમણિકલાલભાઇ સાથે આ પેઢીમાં કામ કરી ચૂકયા છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી, ભાઇ લલિતભાઇ રૂપાણી, પ્રવિણભાઇ રૂપાણી, ડો. મેહુલભાઇ રૂપાણી, રાજેષભાઇ રૂપાણી, અમિનેષભાઇ રૂપાણી, રંજનબેન રૂપાણી, સહિતના પરિવારજનો તેમજ - પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, કલેકટર રેમ્યા મોહન, મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ, અગ્રણી, અધિક પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયા, નીતીનભાઇ ભારદ્વાજ, નેહલ શુકલ  સહિતના પરિવારજનો ઉપસ્થિત રહયા હતા.

આ કાર્યક્રમ પૂર્વે ગરેડીયાકુવા રોડ વિસ્તારના વેપારીઓએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા.

(2:08 pm IST)