Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

રાજકોટ જિલ્લામાં સી.એમ. ડેસ્ક બોર્ડના બેચમાર્ક લક્ષ્યાંકો અને પ્રગતિ અંગે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા કરતા કલેકટર અરૂણ મહેશ બાબુ

પ્રમાણપત્રો- દાખલાઓ આપવા સહિતની ડીજીટલ ગુજરાત અંતર્ગત સેવાઓ સમય મર્યાદામાં ઉપલબ્ધ કરવા સુચના અપાઇ

રાજકોટ :રાજય સરકાર દ્વારા નાગરિકોને જાહેર સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુડ ગવર્નન્સ અને ઇ ગવર્નન્સ સેવાઓ ઝડપથી મળી રહે તે માટે ડીઝીટલ ગુજરાત અંતર્ગત દરેક જિલ્લામાં ઓનલાઇન સેવાઓનું મોનીટરીંગ કરી સમીક્ષા કરવામાં  આવે છે.

રાજકોટ જિલ્લામાં સી.એમ.ડેસ્ક બોર્ડ અંતર્ગત વિવિધ સેવાઓ લક્ષ્યાંક  અને બેચમાર્ક મુજબ પ્રાપ્ત થાય તે માટે કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.

   આ બેઠકમાં જિલ્લામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર દુકાનોમાં વિતરણ વ્યવસ્થામાં ૯૫ ટકા આધારકાર્ડ સીડીંગ  લક્ષ્યાંક પૂર્ણ કરવા સુચના અપાઇ હતી. રેશનકાર્ડધારક વાઇઝ સીડીંગની નોંધપાત્ર કામગીરીની સરાહના કરવામાં આવી હતી.
 આ ઉપરાંત વિદ્યાર્થીઓને આવક અંગેના તેમજ અન્ય પ્રમાણપત્રો- દાખલાઓ ઇસ્યુ કરવા અંગેની કામગીરી, રેવન્યુ કામગીરી સહિતની કામગીરી અંગે જિલ્લાના પ્રાંત અધિકારી,મામલતદારઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
  આ બેઠકમાં અધિક કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત માંગુડા, પ્રાંત અધિકારી સિધ્ધાર્થ  ગઢવી, ચરણસિંહ ગોહિલ,પૂજા જાટંગીયા,વિરેન્દ્ર દેશાઇ  સહિતના અધિકારીઓ તેમજ જિલ્લાના રેવન્યુ અધિકારીઓ ઓનલાઇન જોડાયા હતા.

(8:20 pm IST)