Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવો, રેલ્વે કર્મચારીઓની ભુખ હડતાલ

વિરોધ પ્રદર્શન, જયાં સુધી માંગણીઓ નહિ પુરી થાય ત્યાં સુધી દરરોજ ૧૫ કર્મચારીઓ હિરેન મહેતા સાથે ભુખ હડતાલ ઉપર બેસશે

રાજકોટઃ શ્રી હિરેન મહેતા (ડિવિઝનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ)  ની યાદી મુજબ રેલ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો જેવા કે સમયસર પ્રમોશન ન થવું, LDCE સિલેકશન લાંબા સમયથી નથી થતું, પે ફીકસેશન બાકી રહે છે. એરીયર્સ અને અન્ય એલાઉન્સીસનું પેમેન્ટ બાકી છે. કાર્ય સ્થાન પર બેઝીક સુવિધાઓનો અભાવ, કોલોની કવાર્ટરની જર્જરીત હાલતમાં છે તેના રખરખાવ માટે, ઇન્ટર રેલવે ઈન્ટર ડિવિજનલ ટ્રાન્સફર કરવા બાબત, સ્પાઉસ ગ્રાઉન્ડ ટ્રાન્સફર, મીચ્યુઅલ ટ્રાન્સફર માન્ય નથી કરાતી, કર્મચારીઓની સેફ્ટી માટેના ટૂલ્સ સૂઝ, રેઈન કોટ, પાણીની વ્યવસ્થા, અન્ય સુવિધાઓ નહીં હોવાથી ઉપલબ્ધ કરાવવા માટે, સ્ટાફ શોર્ટેજ ના લીધે વધતુ કાર્ય ભારણ માનસિક તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરી રહેલા કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે  વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના  નેતૃત્વ હેઠળ  જ્યાં સુધી પડતર પ્રશ્નોના નિવારણ ન થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન  કરશે. દરરોજ ૧૫ કર્મચારીઓ હિરેન મેહતા સાથે ભૂખ હડતાળ પર બેસસે.  હિરેન મેહતા, સીજુ પીલ્લાઈ, નરબીર, કેતન ભટ્ટી, હરદેવસિંહ ઝાલા, રાજુભાઈ રાવલ, મંગાભાઈ ટૂનાભાઈ, જયેશભાઈ ડોડીયા, હરજી, ભૂપતભાઇ ચાવડા, જયરાજસિંહ જાડેજા, એમ કે જાડેજા, જસ્મીન ઓઝા,અવની ઓઝા એ વગેરે ધરણા પ્રદર્શન  કરી રહયા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) 

(3:28 pm IST)