Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સમરસ હોસ્ટેલની એડમીશન પ્રક્રિયા તાકિદે ચાલુ કરો સરકારી છાત્રાલયમાં રપ વર્ષની ઉંમર મર્યાદા દૂર કરો

સમરસ હોસ્પિટલ બંધ હોય ગરીબ વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડે છે : એન.એસ.યુ.આઇ.નું આવેદન

એન.એસ.યુ.આઇ.ના આગેવાનોએ કલેકટર કચેરી ખાતે સુત્રો પોકારી સમરસ હોસ્ટેલ અંગે કલેકટરને રજુઆતો કરી હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ર૮ :  એન.એસ.યુ. આઇ.ના પ્રમુખ શ્રી નરેન્દ્ર સોલંકીની આગેવાની હેઠળ કાર્યકરોએ સુત્રોચ્ચાર સાથે કલેકટરને આવેદન પાઠવી શહેરમાં આવેલ સમસર હોસ્ટેલની એડમીશન પ્રક્રિયા તાત્કાલીક ચાલુ કરવા અને સામાજિક ન્યાય અધિકારતા વિભાગની સરકારી છાત્રાલયોમાં વિદ્યાર્થીઓની રપ વર્ષની ઉંમર મર્યાદાનો નિર્ણય દૂર કરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમર્યુ હતું કે, છેલ્લા બે વર્ષથી કોવીડની પરિસ્થિતિ સમગ્ર ભારત અને ગુજરાતમાં છે. આ કૌવિડની પરિસ્થિતિમાં સમગ્ર રાજયમાં લોકડાઉન પણ લાગુ કરવામાં આવેલ. આ લોકડાઉનમાં તમામ કોલેજો અને છાત્રાલયો બંધ કરી દેવામાં આવેલ હતી. છેલ્લા ૩ મહિનાથી બધુ ખુલ્લુ કરી દેવામાં આવેલ છે. તમામ કોલેજોના ઓફલાઈન ભણાવવાનું પણ ચાલુ કરી દેવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં આવેલ સમરસ હોસ્ટેલ જે સરકારી છે જેમાં આશરે ૨૦૦૦ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ ફ્રીમાં રહી જમી શકે અને અભ્યાસ કરી શકે તેવી સુવિધાઓ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલ છે. છેલ્લા બે વર્ષથી સરકારશ્રી દ્વાર સમરસ હોસ્ટેલને હોસ્પિટલમાં ફેરવવામાં આવેલ છે. તે સારી બાબત છે. પરંતુ તે પરિસ્થિતિમાં કોલેજ બંધ હોવાથી વિધાર્થીઓ ન હતા. જેથી ત્યાં હોસ્પિટલ બનાવવાં આવેલ હતી. હાલ અત્યારે તમામ કોલેજો ૩ મહિનાથી ચાલુ કરી દેવામાં આવેલ છે. અને ભૂતકાળમાં રહેતા અને નવા આવેલ વિદ્યાર્થીઓે આર્થિક રીતે ગરીબ હોવાથી જેને સમરસ હોસ્ટેલ બંધ હોવાથી ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્યાયઅધિકારીતા વિભાગ દ્વારા સરકારી હોસ્ટેલના વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે જે વય મર્યાદાનો નિર્ણય જે રપ વર્ષની ઉપરના વિદ્યાર્થીઓ આ હોસ્ટેલમાં એડમીશન લઈ શકતા નથી. આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પારાવાર નુકસાન થઈ શકે તેમ છે. તેમાં પણ ખાસ કરીને ઉંમર મર્યાદાનો જે નિર્ણય કરવામાં આવેલ છે કે જે ૨૫ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં તે ખૂબ જ ગંભીર બાબત છે. અમો ખ્યાલ પ્રમાણે શિક્ષણમાં કોઈ ઉંમર બાધ હોવો જોઈએ નહીં. અને ખાસ કરીને ૨૫ વર્ષની ઉમર પીએચ.ડી., ડબલ ગ્રેજયુએશનમાં ભણતા વિદ્યાર્થીઓને હળાહળ અન્યાય થતો જોવા મળે છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકી, દર્શન શિયાળ, દિગ્પાલસિંહ જાડેજા, ભવિષ્ય પટેલ, અમન ગોહેલ, દેવેન્દ્રસિંહ જાડેજા, માધવ આહીર, મંથન પટેલ, કર્મદિપસિંહ જાડેજા, રોહિત રાઠોડ, રાજ વરણ, અમન ગોહિલ, મિલન વિસપરા વિગેરે જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા જોડાયેલ.

(3:26 pm IST)