Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

૪ વર્ષના ગૂમ થયેલ બાળકને પિતા સાથે મિલાપ કરાવતી શાપર-વેરાવળ પોલીસ

તસ્વીરમાં બાળકના પરિવાર સાથે શાપર-વેરાવળ પોલીસનો સ્ટાફ નજરે પડે છે.

રાજકોટ તા. ર૮ :.. શાપર-વેરાવળના ગૂમ થયેલ ૪ વર્ષના બાળકને ગણત્રીના કલાકોમાં જ પિતા સાથે શાપર-વેરાવળ પોલીસે મિલાપ કરાવ્યો હતો.

જાગૃત મહિલા નાગરીક દ્વારા એક ચાર વર્ષનું બાળક એકલુ ગોંડલ ચોકડી ખાતેથી મળી આવેલ હોય તેને શાપર-વેરાવળ પો. સ્ટે. માં સોંપતા પો. સબ. ઇન્સ. કે. એ. ગોહીલા તથા શાપર (વેરાવળ) પો. સ્ટે.ના સ્ટાફ દ્વારા આ બાળકના માતા-પિતાને શોધી કાઢવા ત્વરીત કાર્યવાહી હાથ ધરી આ બાળકને શાપર (વેરવાળ) પોલીસ સ્ટેશન ખાતે રાખી તેની પુછપરછ કરતા આ બાળક પોતાનું નામ અર્પીતા હિતેષ રાજૂ હોવાનું જણાવતો હોય અને પોતાનું મુળ ગામ કાલાપીપલ મધ્ય પ્રદેશનું હોવાનું જણાવતો  હોય પરંતુ પોતાના માતા-પિતા હાલ કયાં રહે છે ? તે બાબતે યોગ્ય જવાબ આપી શકતો ન હોય જેથી આ બાળકને નાસ્તો અપાવી પો. સ્ટે.માં રાખી તેના ફોટા પાડી પોલીસના અલગ અલગ વોટસએપ ગ્રુપ શેર કરી તેમજ રાજકોટ શહેર ખાતે અલગ અલગ પોલીસ સ્ટેશનો તેમજ મધ્ય પ્રદેશમાં કાલાપીપલ પોલીસ સ્ટેશનમાં ટેલીફોનીક સંપર્ક કરી તેમજ શાપર (વેરવાળ) પો. સ્ટે. વિસ્તારના ગામોના સરપંચશ્રીના વોટસએપ ગ્રુપ તથા શાપર (વેરાવળ) ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના વોટસએપ ગ્રુપ તથા સ્થાનીક ન્યુઝ ગ્રુપો વિગેરે અલગ અલગ વોટસએપ ગ્રુપો તથા સોશ્યલ મીડીયામાં આ બાળકના ફોટા મુકી આ બાળકના વાલી વારસ મળી આવે તો જાણ કરવા જાહેરાત કરતા એક કલાકના  સમયમાં આ બાળકના પિતા રાજુભાઇ બીજયાભાઇ અજનાર ઉ.૪ર ધંધો, કડીયા કામની મજૂરી રહે. હાલ વાવડી ગોપાલ હોટલની બાજુમાં રાજકોટ મુળ ગામ કાલાપીપલ, તા. જી. જાંબુઆ, (મધ્યપ્રદેશ) વાળા બાબતે માહિતી મળી આવેલ જેઓને પો. સ્ટે. બોલાવી તેઓને બાળક સાથે મેળવતા તેઓએ આ બાળક પોતાનો પુત્ર હિતેષ ઉ.વ.૪ વર્ષ વાળો હોવાનું ઓળખી બતાવેલ અને બાળક ગુમ થવા બાબતે તેઓને પુછપરછ કરતા પોતે તથા પોતાના પત્ની કામ પર ગયેલ હોય તે સમયે પોતાનો દિકરો હિતેષ ઉ.૪ વાળો ઘરે એકલો હોય જે રમતા રમતા ઘરેથી બહાર નિકળી ગયેલ અને ગુમ થયેલ હોવાની વિગત જણાવેલ હતી. જે બાળકને તેના પિતાને સોંપી આપવામાં આવેલ છે.

આ કામગીરીમાં શાપર-વેરાવળના એ. એસ. આઇ. મુકેશભાઇ ચૌહાણ, તથા પો. હેડ કોન્સ. નવસાજભાઇ ચૌહાણ, તથા પો. કોન્સ. રવિરાજસિંહ જાડેજા, વિમલભાઇ રમેશભાઇ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે. 

(2:41 pm IST)