Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

એકસલુઝીવ સમાચારોમાં 'અકિલા' વધુ એક વખતે મોખરે

રાજકોટ : લોકહૃદયમાં વસેલ 'અકિલા'એ વધુ એક વખત એકસલુઝીવ સમાચાર આપવામાં અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાત વિધાનસભામાં પ્રથમ મહિલા સ્પીકર ડો.નીમાબેન આચાર્ય બનશે અને જેઠાભાઇ ભરવાડ ડે.સ્પીકર બનશે તેવા સમાચાર સૌપ્રથમ અકિલાએ તા. ૨૦ સપ્ટેમ્બરની શહેર આવૃતિમાં છેલ્લા પાને પ્રસિધ્ધ કર્યા હતા. ગઇ કાલે વિધાનસભામાં તે પ્રમાણે જ થયું છે. રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ૧ ઓકટોબરથી નોંધણી અને લાભપાંચમથી ખરીદી શરૂ કરશે. તે સમાચાર પણ અકિલાએ તા.૨૪ સપ્ટેમ્બરની બન્ને આવૃતિમાં ૮ કોલમમાં આપ્યા હતા. સરકારે ગઇ કાલે સતાવાર જાહેરાત કરી છે.

(12:02 pm IST)