Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી મહેશભાઈ વાણિયાની આયુષ્યમાનકાર્ડ અંગે રજૂઆત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૨૮: ગ્રામપંચાયત કચેરીએથી આયુષ્યમાનકાર્ડ કઢાવવા માટે મામલતદાર તેમજ ટી.ડી.ઓ. દ્વારા જે ત્રણ વર્ષનો આવકનો દાખલો કાઢી આપવામાં આવે છે તે જ માન્ય રહે છે જેના કારણે લોકોને ફરજીયાત તાલુકા મથકે પોતાના ધંધા રોજગાર બંધ રાખીને જવું પડે છે, જયારે સરકારશ્રી દ્વારા ડિજિટલ ગુજરાતના માધ્યમથી ગુજરાત રાજયની તમામ ગ્રામપંચાયતને ગામડાના લોકોને સેવા મળી રહે તે અંતર્ગત આવકનો દાખલો કાઢી આપવામાં આવે છે પરંતુ ગ્રામપંચાયત દ્વારા એક વર્ષની મર્યાદાનો આવકનો દાખલો આપી શકાય છે જે દાખલો આયુષ્યમાનકાર્ડ કઢાવવા માટે વેલીડ ન હોવાથી ગામડાના ગરીબ અને મધ્યમવર્ગના આર્થિક રીતે ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે,આ મુદ્દે રાજકોટ જિલ્લા ભાજપ અજા મોરચાના મહામંત્રી એડવોકેટ મહેશ વાણિયાએ પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણ-વિંછીયાના ધારાસભ્યશ્રી કુંવરજીભાઇ બાવળીયા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોદ્યરા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઇ ખાચરીયા,રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભુપતભાઇ બોદર સહિત તમામ પદ્વદાધિકારીઓને લેખિતમાં વિનંતી સાથે અરજ કરેલ છે કે ગ્રામપંચાયત દ્વારા તલાટી કમ મંત્રીની સહીથી જે દાખલો આપવામાં આવે છે તે દાખલો આયુષ્યમાનકાર્ડ કઢાવવામાં માન્ય રહે અથવા ટી.ડી.ઓ.દ્વારા જે ત્રણ વર્ષનો આવકનો દાખલો આપવામાં આવે છે તે ગ્રામપંચાયત કચેરીએથી સરળતાથી મળી રહે તેમજ ઈ-ગ્રામપંચાયતમાંથી જે આયુષ્યમાનકાર્ડ બનાવી આપવામાં આવે છે તે એપ્રુવ્ડ થતા ૧૦ થી ૧૫ દિવસ લાગે છે જેના કારણે જરૂરિયાતમંદ લોકોને ઝડપથી કાર્ડ મળી શકતા ન હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેથી આ બાબતે યોગ્ય કરી તાત્કાલિક મુશ્કેલી દૂર કરવા મહેશ વાણિયાએ પ્રયત્ન કરેલ છે.

(12:02 pm IST)