Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

રેલનગરના કેશુભાઇ રોણકીની વાડીએ ઝેરી દવા પી ઘરે આવ્યાઃ સારવારમાં

શા માટે આવુ પગલુ ભર્યુ તે અંગે પરિવારજનો અજાણ

રાજકોટ તા. ૨૮: રેલનગર પાસે ઘનશ્યામનગરમાં રહેતાં કેશુભાઇ વાઘજીભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ.૫૦)એ રોણકી ગામે વાડી વાવવા રાખી હોઇ ગઇકાલે ત્યાં ઝેરી દવા પી લીધી હતી. એ પછી ઘરે આવીને દવા પી લીધાની જાણ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. કેશુભાઇ બેભાન જેવા હોઇ કંઇ બોલી શકયા નહોતાં. તેમના પરિવારજનો પણ તેણે ઝેર શા માટે પીધું તે અંગે અજાણ હોવાનું કહ્યું હતું. તેને સંતાનમાં બે પુત્ર છે. પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે.

(10:39 am IST)