Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

પારડીથી પડવલા રોડ પ.૮૦ કરોડના ખર્ચે ટનાટન બનશેઃ પ વર્ષ જુનો પ્રશ્ન હલ

રોડ નવો બન્યા બાદ પડવલા-લોઠડા ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ વેગવંતો બનશેઃ ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા અને મહામંત્રી ભાનુભાઇ મેતાનાં હસ્તે રોડના કામનો શુભારંભ

રાજકોટ તા. ર૮ : જીલ્લા તાલુકાનાં પારડી ગામથી પડવલા સુધીનો જર્જરીત રોડ પ.૮૦ કરોડના ખર્ચે નવો બનાવવાના કામનો શુભારંભ થતા વિસ્તારવાસીઓમાં રાહતની લાગણી ફેલાઇ છે.

આ અંગે સતાવાર યાદીમાં જણાવાયું છે કોટડાસાંગાણી તાલુકાના પારડીથી પડવલા રોડનું પ કરોડના ખર્ચે ખાતમુર્હત કરતા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા અને રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતાના હસ્તે કરવામાં આવ્યું આ રોડ ખુબ વિસ્તાર જાગૃત ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના પ્રયત્નથી ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને રજુઆત કરતા રોડ મજુર થયો હતો. આજે યાતતાનો અંત આવ્યો પારડીથી પડવલા જવા માટે ખુબ ઉપયોગી હોય અને આજુ-બાજુમાં આવેલ પ૦૦-૬૦૦ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ ઉપયોગી નીવડશે આ તકે રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા અને કોટડસાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ સિંધવ, કોટડાસાંગાણી તાલુકા મહામંત્રી રવિરાજસિંહ જાડેજા તથા પડવલા લોઠડા ઇન્ડસ્ટ્રીયલ એશોસીએશનના પ્રમુખ જેન્તિભાઇ સરધારા, ધીરૂભાઇ પરમાર, અજયભાઇ પરમાર, પારડી ગામના સરપંચ રાજભા જાડેજા, પડવલા ગામના સરપંચ મજબુતસિંહ અશોકભાઇ ભુવા, સંજયભાઇ કાછડીયા, પંચાયત સભ્ય ધીરૂભાઇ ચાવડા, વિનુભાઇ ઠુંમર, જગુભાઇ કોરાટ, જસમતભાઇ સાંગાણી, પીન્ટુભાઇ જાડેજા, રઘુભાઇ વેકરીયા, પારડી પડવલા ઇન્ડસ્ટ્રીયસ એશોસીએશનના રામજીભાઇ, વિમલભાઇ, અલ્કેશભાઇ ચાવડા તેમજ ગામલોકો હાજર રહી લાખાભાઇ સાગઠિયાનો આભાર વ્યકત કર્યો હતો.

(3:56 pm IST)