Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

જાહેરનામાનો ભંગ કરનારા વેપારીઓ સહિત ૩રની ધરપકડ

ઇકોકાર, રીક્ષા ચાલકો અને બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા ચાલકો પણ ઝપટે ચડ્યા

રાજકોટ, તા. ર૮ : શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં ગઇકાલે અલગ -અલગ વિસ્તારમાં ઇંડાની લારી, હોટલ, ટી-સ્ટોલ અને પાનની દકુાન બહાર ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સન જાળવનારા વેપારીઓ સહિત ૩ર વ્યકિતને પકડી કાર્યવાહી કરી હતી.

એ-ડીવીઝન  પોલીસે ત્રિકોણબાગ પાસેથી રીક્ષા ચાલક ઇબ્રાહીમ ઇસ્માઇલભાઇ હાલેકોતરા, દીવાનપરા મેઇન રોડ પર બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા અમર રીયાઝભાઇ ખોખર, તથા બી-ડીવીઝન પોલીસ ભગવતીપરા મેઇન રોડ, બદ્રીપાર્ક પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નિકળેલા લગ્ધીરસિંહ મજબુતસિંહ વાઘેલા, તથા થોરાળા પોલીસે સંતકબીર રોડ પર વજુભાઇ ધુધરાવાળા નામે રેકડી ધરાવતા વ્રજલાલ વલ્લભદાસભાઇ ગરાસીયા, તથા ભકિતનગર પોલીસે કોરોન્ટાઇઝન કરાયેલા મોનિક અશોકભાઇ સોલંકી, શ્રીનગર શેરી નં. પમાંથી અશોક કનૈયાલાલ સોલંકી, કોઠારીયા મેઇન રોડ પર ખોડીયાર ટી-સ્ટોલ સામે દિનેશ પાન નામની દુકાન ધરાવતા સુરેશ દિનેશભાઇ મકવાણા તથા આજીડેમ, પોલીસે આજીડેમ ચોકડી પાસેથી રીક્ષા ચાલક રાજેશ મનોજભાઇ પરમાર, સરધાર ગામમાંથી શીવાપરીયા સહાવીરભાઇ પરિવાર, તથા માલવીયાનગર પોલીસે સ્વામિનારાયણ ચોક પાસે ટપુ ભવાન પ્લોટ ંનં.૧ સંસ્કૃતિ એપાર્ટમેન્ટ પાસે કોરોન્ટાઇન કરાયેલા મયંક મોહનભાઇ વઢવાણા, મવડી મેઇન રોડ આનંદ બંગલા ચોક પાસે કિસ્મત એગ્સ નામની રેકડી ધરાવતા નુરમહંમદ ઓસમાણભાઇ ઠાસરીયા તથા આમલેટ સેન્ટર નામે રેકડી ધરાવતા અફતાબ હનીફભાઇ હેરંની, ઇરફાન યુનુસભાઇ મોદી, દોઢસો ફુટ રોડ ફોર્ચ્યુન હોટલની સામે ઇંડાની લારી ચલાવતા વસીમ મયુદીનભાઇ ઠેબા, શબ્બીરહુસેન  મહેબુબભાઇ બેલીમ, આસ્થા ચોકડી આંબેડકરનગર બસ સ્ટેન્ડ પાસે આમલેટ સેન્ટર નામની રેંકડી ધરાવતા હુસેન અબ્દુલભાઇ માલી, સુરભી ગ્રીન નામની રેંકડી ધરાવતા દેવા રાધેશ્યામભાઇ દાસ, તીરૂપતી ચોક પાસે એગ્સ સેન્ટર નામની ઇંડાની લારી ચલાવતા ઇરફાનઅસગર અલીભાઇ માલી, તથા પ્ર.નગર પોલીસે રેલ્વે જંકશન પાસેથી રીક્ષા ચાલક ભરત જગદીશભાઇ પુરબીયા, તથા ગાંધીગ્રામ  પોલીસે રીક્ષા ચાલક  મનીષ સુંઘાભાઇ વરૂ, રૈયા રોડ હનુમાન મઢી પાસેથી રીક્ષા ચાલક દિપક જગદીશભાઇ જાદવ, રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક પાસે રામનાથ પાન નામની દુકાન ધરાવતા જગદીશ રાજુભાઇ ભરવાડ, શિવપાન નામની દુકાન ધરાવતા ઇમરાન સુમારભાઇ સુમરા, જામનગર રોડ બજરંગવાડી પોલીસ ચોકી પાસેથી ઇકો કાર ચાલક ધીરસિંહ સરદારસિંહ પરમાર, રૈયા રોડ પર બાઇક પર ત્રિપલ સવારી નિકળેલા કિશોર ભવાનભાઇ પરમાર, બજરંગવાડી પોલીસ ચોકી પાસેથી ઇકો કાર ચાલક ભરત મનજીભાઇ રાઠોડ, તથા તાલુકા પોલીસે નાના મવા રોડ ભીમનગર ચોક પાસે દ્વારકાધીશ હોટલ ધરાવતા દેવા કાબાભાઇ રાતડીયા, આલાપ રોયલ પાલમની સામે એઝનલ પાર્ક -૧માં કોરોન્ટાઇન કરાયેલા રમણીક હરજીભાઇ સોરઠીયારીક્ષા ચાલક  મહેશ બળદેવભાઇ, મવડી સુખસાગર-૪ માં હોમ કોરોન્ટાઇન કરાયેલા સાગર અરવિંદભાઇ કુકડીયા તથા યુનિવર્સિટી પોલીસે રામાપીર ચોકડી પાસે મોમાઇ ટી સ્ટોલ ધરાવતા ગોપાલ ગોવિંદભાઇ સાગઠીયા, પંચાયતનગર ચોકમાંથી દુકાન ધરાવતા રોહીત નલીનભાઇ કાનાણીને પકડી કાર્યવાહી કરી હતી.

(3:55 pm IST)