Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સંસ્કૃતમાં રૂબીને 'રત્નરાજ' પણ કહેવાય

સૂર્યનું રત્ન એટલે 'રૂબી', જેને આપણે 'માણેક' રત્નના નામે પણ ઓળખીએ છીએ

જો કોઇ વ્યકિતની કુંડળીમાં રાહુ કેતુ અને શનિ ગ્રહો જેવા નકારાત્મક સુર્ય ગ્રહ સ્થાન ધરાવે છે કે પછી જો સુર્ય ગ્રહ વ્યકિતની કુંડળીના ૬,૮, કે ૧૨માં ઘરમાં સ્થાન ધરાવે છે, તો તે વ્યકિતના જીવનમાં મહત્તમ અને ઇચ્છીત પરીણામો મેળવવા માટે રૂબી રત્ન અતિ ઉપયોગી અને પ્રભાવીત સાબીત થઇ જશે

આભૂષણોમાં રત્નનો ઉપયોગએ એક જુનો રિવાજ છે. જો કે, ત્યાં જવેલરીમા ઉપયોગ થતા રત્નોમા કેટલાક છુપાયેલા ગુણો અને વિવિધ ઉપયોગો છે. સૂર્યનું રત્ન એટલે કે 'રૂબી' જેને આપણે 'માણેક' રત્નના નામથી પણ ઓળખીયે છીએ રૂબી સામાન્ય રીતે અંગ્રેજીમાં ઓળખાતો  શબ્દ છે. સંસ્કૃતમાં રૂબીને 'રત્નરાજ' તરીકે ઓળખવામાં આવે છે.  જે વૈદિક જયોતિષવિદ્યા  અનુસાર  અથવા નવ ગ્રહો સાથે સંકળાયેલા અને પ્રભાવિત એવા નવ રત્નનો ની  સૂચિમાંથી એક સૌથી શકિતશાળી અને અતિ પ્રભાવશાળી રત્ન છે. હિન્દુ પ્રાચીન સભ્યતાના કાળથી, રૂબી  રત્ન એટલે કે માણેક રત્ન  મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી રત્ન તરીકે ભૂમિકા ભજવતો આવે છે. પ્રાચીન કાળથી જોતા આવી તો  જયોતિષવિદ્યા અનુસાર, કોઈ સારી ઈચ્છા  અને પરિણામો મેળવવા માટે, વ્યકિતની કુંડળી ને ધ્યાન માં રાખી અને સાથે સંકળાયેલા યોગ્ય યોગો મુજબ અને ગ્રહો ની સ્થિતિ ને ધ્યાન માં રાખી રત્નનો ઉપયોગ કરવામાં આવે છે. જે આપણને  યોગ્ય અને ઈચ્છીત પરિણામો તરફ લઇ જય છે તેમાં કોઈ શંકા નું સ્થાન નથી.

રૂબી  રત્નનો દેખાવઃ

રૂબી નો ચમકતો અને આકર્ષણ ધરાવતો પથ્થર છે જે ઘાટા ગુલાબીથી લાલ રંગ સુધી જોવા મળે છે અને તે જલ્દીથી કોઈપણ વ્યકિતનું ધ્યાન આકર્ષિત કરી શકે એટલું પ્રભાવશાળી દેખાઈ છે . ક્રોમિયમ તત્વની હાજરી રત્નને કુદરતી ઘેરો ગુલાબી અથવા લાલ રંગ આપે છે. તે આકર્ષક લાલ રંગ અને મોહ્રસ સ્કેલ પર ૯.૦૦ ની કઠિનતાને કારણે મૂલ્યવાન રત્ન છે. સરળ અને ગ્લાઈડિંગ ટચ અને તીક્ષ્ણ કટીંગ આકારની સાથે શ્રેષ્ઠ ગુણવત્ત્।ાવાળા રૂબી  રત્ન બજારમાં જુદા જુદા કિંમત થી ઉપ્લ્ભ છે.

વૈદિક જયોતિષશાસ્ત્ર મુજબ રૂબી રત્નઃ

જેમ કે જાણીતું છે, જયોતિષમાં કોઈ વ્યકિતની કુંડળીના વિગતવાર વાંચન પછી, રત્નના ઉપયોગની ભલામણ કરવામાં આવે છે અને એકંદરે ગ્રહોની પ્લેસમેન્ટ અને તેના સંબંધિત વ્યકિતના જીવન પરના પ્રભાવોને અવલોકન કરીને સૂચવવામાં આવે છે. વિજ્ઞાન મુજબ આપણે બધા ઉર્જાથી બનેલા અને દ્યેરાયેલા છીએ અને આ આપણી આસપાસ ઉર્જા ના ક્ષેત્ર બનેલા છે. એવું કહેવામાં આવે છે અને માનવામાં આવે છે કે રત્ન આપણા ઉર્જા ક્ષેત્રોને અસર કરવાની શકિત ધરાવે છે અને તે મુજબ આપણા દરેક વિચાર અને ક્રિયા (કર્મો) આપડા ઉર્જા ક્ષેત્ર પર આધારિત છે.

જયોતિષવિદ્યા મુજબ માનવામાં આવે છે કે રૂબી રત્ન  સૂર્ય ગ્રહની શકિત અને પ્રભાવનું પ્રતિનિધિત્વ કરે છે. જો કોઈ વ્યકિતની કુંડળીમાં રાહુ, કેતુ અને શનિ ગ્રહો જેવા નકારાત્મક સૂર્ય ગ્રહ સાથે સ્થાન ધરાવે છે કે પછી જો સૂર્ય ગ્રહ વ્યકિતની કુંડળીના ૬, ૮, કે ૧૨મા ઘરમાં સ્થાન ધરાવે છે, તો તે વ્યકિતના જીવનમાં મહત્ત્।મ અને ઈચ્છીત પરિણામો મેળવવા માટે રૂબી  રત્ન એટકે કે માણેક રત્ન અતિ ઉપયોગી અને પ્રાભાવિત સાબિત થઇ શકે છે. પરંતુ અન્ય મહત્વના યોગ, મહા-દશા કે પછી અંતર-દશા પણ પૂરતા ભાવ ભજવે છે.

સૂર્ય ગ્રહના કુંડળીમાં ભજવતા ભાવઃ

સૂર્યને આપણેઃ જીવનનો સ્રેત કહીયે છીએ. સૂર્ય ભગવાનના ઉદય સાથે જ જીવનનો સ્રેત જાગી ઊંઠે છે ,એટલે કે  આખું વિશ્વ અને પૃથ્વી પરના બધા પ્રાણીઓ જીવનમાં પાછા ફરે છે.વૈદિકજયોતિષ શાસ્ત્ર માં તેને 'રવિ' કહેવામાં આવે છે. સૂર્ય સિંહ રાશિ પર રાજ કરે છે.બધા ગ્રહો, તારાઓ અને ચિહ્રનો સૂર્યની આસપાસ ફરે છે. સૂર્ય 'આત્મકારક રવિ' તરીકે પણ ઓળખાય છે.

સૂર્યને જયોતિષવિદ્યામાં અતિ મહત્વ માનવામાં આવે છે અને તે કુંડળીમાં પિતા અને ગ્રહોમાં રાજાના સ્થાનનું સૂચન કરે છે જે હિંમત, ગૌરવ, અખંડિતતા, શકિત અને અધિકાર સૂચવે છે. સૂર્યને કુંડળીમાં વ્યકિતના શરીરમાં આત્માનું મહત્વ હોઈ એટલું જ મહત્વ આપવામાં આવે છે . જયોતિષશાસ્ત્ર અનુસાર, જો કુંડળીમાં સૂર્ય ગ્રહ સકારાત્મક અને સારું સ્થાન ધરાવે છે, તો તે વ્યકિત તેના જીવનની તમામ બાબતોમાં એક આદરણીય પદ મેળવતો રહેશે. પરંતુ,, જો સૂર્યનું સ્થાન ખરાબ હોય તો તે વ્યકિત પાસે વ્યાવસાયિક અને નાણાકીય સ્થિરતાનો અભાવ જોઈ સકાય છે. એવું પણ થઈ શકે છે કે તેને સત્ત્।ા અથવા કે સરકાર તરફથી કઈ ભાગ્યે જ કોઈ તરફેણ મળી શકે છે. અને તે વ્યકિત જીવન માં સારું ન ઇચ્છનારા વ્યકિતઓનો પણ સામનો કરી શકે છે.

રૂબી  રત્નના જયોતિષીય ફાયદાઃ

રૂબી  રત્ન ધારણ કરવા થી વ્યકિત તેની 'સેલ્ફ-ઇમેજ' સુધારવામાં મદદ કરી શકે છે અને સમાજમાં તે વ્યકિતને  વધુ આકર્ષણ અને માન-સન્માનને નામની ખ્યાતિ મળી શકે છે . રૂબી  રત્ન  વિચારો અને મનની સ્પષ્ટતા સાથે-સાથે મન ને પ્રફુલીત અને નીડર બનાવમા પણ મદદ કરે છે. જયારે કોઈ વ્યકિત રૂબી  પહેરે છે, ત્યારે તેને એડમિનિસ્ટ્રેશન, કોઈ ઓથોરિટી અથવા કે સરકાર તરફથી તરફેણની અપેક્ષા અને રાખી શકે છે.

પહેલાના સમયમાં એવી માન્યતા હતી કે, રાજાઓ જેવા ઉચ્ચ અધિકાર અને શકિત ધરાવતા લોકો જ આ રત્ન ધારણ કરી સકતા હતા. પરંતુ હવે, જયોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યકિત સામાજિક અથવા કે રાજકીય પદ મેળળવા ઇચ્છતા હોઈ અથવા કે અતિ આર્થિક લાભ મેળવવા હોઈ  તો તેને રૂબી  રત્ન ધારણ કરવાથી આ લાભનો અનુભવ થઇ શકે છે. રૂબી  રત્નને ધારણ કરીને, વ્યકિત જીવનની બધી વૈભવી અને ભૌતિકવાદી વસ્તુઓનો આનંદ લઈ શકે છે.પરંતુ  કુંડળીમાં પ્લેસમેન્ટ ધરાવતા યોગ, મહા-દશા,અંતર-દશા પણ પૂરતો ભાવ ભજવે છે. રીયલ અને નેચરલ રૂબી ધારણ કરવાથી વ્યકિત ના જીવન ઉચ્ચ સિદ્ઘાંત, આત્મા-જ્ઞાન , જીવનમાં જાગૃતિનો અનુભવ અને જીવનના ઉચ્ચ ધ્યેયની શોધ પણ લાવી શકે છે.

વ્યકિત જીવનમાં લક્ષ્ય નક્કી કરવામાં સમર્થ ન ધરાવતો હોઈ અથવા કે અતિ સંઘર્ષ પછી પણ લક્ષ્યના પામી શકતો હોઈ કે યોજેલી યોજનાઓમાં  નિષ્ફળતા પ્રાપ્ત કરતો હોઈ તો તે વ્યકિત રૂબી  રત્ન ધારણ કરીને લાભ મેળવી શકે છે, અને રત્ન વ્યકિતને ખૂબ જરૂરી બુદ્ઘિ, ધ્યાન, સ્પષ્ટતા અને દૃઢ નિશ્ચય પ્રદાન કરી શકે છે. રૂબી રત્ન ધારણ કરેલ વ્યકિત પોતાના પસંદ કરેલ માર્ગ પર રહેવા માટે પણ પ્રભાવિત થઇ છે.

રૂબી રત્નના આરોગ્ય પરના લાભોઃ

કુંડળીમાં સૂર્યનું નબળું સ્થાન તેની સાથે દ્યણી બધી બિમારીઓને પણ સમય આવતા આમંત્રણ આપી શકે છે . બીમારીઓ જેવી કે નબળી આંખો, આત્મવિશ્વાસનો અભાવ, રેસ્પીરેટ્રી પ્રોબ્લેમ ,સંધિવાની સમસ્યાઓ, રકત પરિભ્રમણની સમસ્યાઓ, અસ્થિર મન, હાડકા સંબંધિત સમસ્યાઓ વગેરે જોવા મળે છે. જો કોઈ વ્યકિત લાંબા સમય થી પીડિત હોય, તો તે વ્યકિતને પણ રૂબી  રત્ન  કુંડળીમાં દર્શાવેલ સૂર્ય ગ્રહના અંકો અને ડિગ્રી મુજબ ધારણ કરવાથી સારા પરિણામો પણ જોવા મળી શકે છે ,જીવનમાં કોઈપણ પ્રકારની ભાવનાત્મક અને માનસિક અડચણોનો અનુભવ કરતુ જો કોઈ વ્યકિત રૂબી રત્ન ધારણ કરે છે તો તે ભાવનાત્મક અને માનસિક અનુભવો ને સંતોષકારક રીતે અનુભવી શકે છે. રૂબી રત્ન ધારણ કરવાથી વ્યકિતના જીવનમાં આવા અન્ય રોગોની અસરોને નકારી અથવા ઓછી કરવામાં મદદ રૂપ સાબિત થઇ છે .

રૂબી રત્નની સામાન્ય વિગત

નામઃ- રૂબી, માણેક

ગ્રહઃ- સૂર્ય

દિવસઃ- રવિવાર

રંગઃ- નારંગી-લાલ

રાશી (ચિન્હ):- લીઓ (સિંહા)

ધાતુઓઃ- તાંબુ, સોનું

દિશાઃ- ઇસ્ટ

આંગળીઃ - રિંગ ફિંગર

રત્ન આકારઃ- અંડાકાર, લંબચોરસ, ચોરસ

મંત્રઃ- 'ઓમ રિમ સૂર્ય નમઃ'

રૂબીના સ્ત્રોતોઃ - બર્મા, ભારત, થાઇલેન્ડ, શ્રીલંકા, પૂર્વ. આફ્રિકા, કેન્યા, નેપાળ, અફદ્યાનિસ્તાન.

રૂબી રત્ન ધારણ કરો તે પેહલા, તે તપાસવું જોઈએ અને નોંધવું જોઇએ કે રત્ન ઉચ્ચતમ ગુણવત્ત્।ાવાળી અને રીયલ છે કે નહિ કારણ કે સિન્ટેટિક અને ડુપ્લિકેટ રૂબી જીવનમાં અપેક્ષા કરતા વધારે નુકસાન પહોંચાડી શકે છે, તેથી હંમેશાં વિશ્વસનીય સ્રેતથી ઉચ્ચ ગુણવત્ત્।ા ધરાવતા રત્નનો ખરીદવા.         

આલેખનઃ સમજ

રઘુરાજ રૂપારેલીયા

રાજકોટઃ મો.૯૫૩૭૩૪૨૮૪૫

(મળવા માટે અગાઉથી સમય લેવો)

(3:54 pm IST)