Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સ્ટેશને લગેજ સ્કેનર મુકવાનો નિર્ણય આવકાર્ય : ચેમ્બર

રાજકોટ, તા. ર૮ :  રાજકોટ રેલ્વે વિભાગ દ્વારા મુસાફરો તથા સ્ટેશનની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇ રેલ્વે સ્ટેશનમાં લગેજ સ્કેનર મશીન મુકવાનો નિર્ણય લેવામાં આવેલ છે જેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આવકારે છે. આ બાબતે રાજકોટ ચેમ્બર દ્વારા જે રીતે એરપોર્ટ ઉપર લગેજ સ્કેન કરવામાં આવે છે તે રીતે રાજકોટના રેલ્વે સ્ટેશનમાં પણ મુસાફરો તથા સ્ટેશનની સુરક્ષા માટે કોઇપણ વ્યકિત પ્રતિબંધિત માલ-સામાન અંદર લઇ જઇ ન શકે તે માટે લગેજ સ્કેનર મશીન મુકવા છેલ્લા ઘણા વર્ષોથી અવાર-નવાર કેન્દ્રના રેલ્વેમંત્રી, રાજય સરકાર જનરલ મેનેજર -ડબલ્યુઆર તથા રાજકોટ ડીઆરએમ ને રજુઆતો કરી માંગણી મુકેલ હતી. આમ રાજકોટના રેલ્વે સ્ટેશનમાં બે લગેજ સ્કેનર માટેના મશીનો મુકવામાં આવશે એક મશીન મેઇન એન્ટ્રી ગેઇટમાં તથા બાજુ મશીન બુકિંગ ઓફિસમાં ગેઇટ પાસે મુકવામાં આવશે. રેલ્વે દ્વારા લેવાયેલ આ નિર્ણયથી વેપારીઓ તથા લોકોની માંગણી સંતોષાયેલ છે. વધુમાં રાજકોટ ચેમ્બર દ્વારા રેલ્વેની પાર્સલ ઓફિસ પાસે પણ લગેજ સ્કેનર મશીન મુકવામા આવે તેવી માંગણી કરવામાં આવે છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:52 pm IST)