Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ગાંધીજયંતિએ યોજાતા ફ્રિડમ ગ્રુપની ગાંધી વિચાર યાત્રા આ વર્ષે મોકુફ

કોરોનાને નાથવા 'ટેસ્ટ ઇઝ બેસ્ટ'સ્લોગન સાથે સોશ્યલ મિડિયાના માધ્યમથી ર ઓકટોબરથી જનજાગૃતિ અભિયાન

રાજકોટ તા. ર૮ : ફ્રિડમ યુવા ગ્રુપ દ્વારા પંદર વર્ષથી ગાંધી જયંતિ દિને આયોજીત ગાંધી વિચાર યાત્રા પ્રવર્તમાન કોરોના મહામારીના કારણે મૌકુફ રાખવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

ફ્રિડમ યુવા ગ્રુપના સ્થાપક અને ગાંધીવિચાર યાત્રાનાં પ્રણેતા ભાગ્યેશ વોરાએ જણાવ્યંુ કે તાજેતરમાં વૈશ્વીક કોવિડ મહામારી અને સરકારી નીતી નિયમોને આધિન ચાલુ વર્ષે ૧૬મી ગાંધી વિચાર યાત્રા મુલત્વી રાખેલ છે. અને સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવનાર છે. તેમજ સોશીયલ મીડીયાના દરેક પ્લેટફોર્મ પરથી ''ટેસ્ટ ઈઝ બેસ્ટ'' કોરોનાને નાથવા જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ બીજી ઓકટોબર ગાંધી જયંતિ દિવસથી કરવામાં આવશે.

આ જન જાગૃતિ અભિયાનને સફળ બનાવવા અને કોરોના અંગે લોકજાગૃતિ બળવતર બનાવવા ફ્રિડમ યુવા ગ્રુપના સ્થાપક ભાગ્યેશ વોરા, ચેરમેન મનોજ ડોડીયા, વા.ચેરમેન પ્રવિણ ચાવડા, પ્રમુખ સંજય પારેખ, કિરીટ ગોહેલ, રીતેશ ચોકસી, સુરેશ રાજપુરોહિત, રાજન સુરૂ, અલ્પેશ ગોહેલ, રસીકભાઇ મોરઘરા, રોહીત નીમાવત, જયપ્રકાશ ફુલારા, ચંદ્રેશ પરમાર અલ્પેશ પલાણ, દિલીપભાઇ ચૌહાણ, નિમેષ કેશરીયા, ધવલ પડીયા, મિલન વોરા, અજીત ડોડીયા, સંજય ચૌહાણ, જય આહીર સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:20 pm IST)